તંત્રના ના આંખ આડા કાન , વડગામથી ગોળા રોડ પર ઠેર-ઠેર ગાબડા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-16 16:52:52
  • Views : 448
  • Modified Date : 2019-09-16 16:52:52

વડગામથી લઇ ગોળા અંબાજી હાઇવે ને જોડતા રોડ પર છેલ્લાં એક વર્ષથી ઠેર-ઠેર ગાબડાં પડયા છે અને  રોડની હાલત બિસ્માર છે. જેને લઇ વાહનચાલકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે. તો વડગામ થી જતા રસ્તામાં ચોમાસાનું પાણી ભરાય છે. જેના લીધે ખાડા પડી ગયા, છનિયાણાથી ગોળા વચ્ચે બે ખરાબ ટર્નીગના લીધે કેટલાય અકસ્માતો થયા છે. ત્યારે અગાઉ પણ વડગામ રોડ પરના પરખડી, છનીયના ,ઇસ્લામપુરા સહીત ગામના લોકોએ ભેગા મળી રોડ રીપેર કરવા અને પહોળો કરવા માટે સ્ટેટ ખાતાના અધિકારીઓને લેખિત અને મૌખિક રજૂઆતો કરી હતી પણ જવાબદાર તંત્રના અધિકારીઓ  આંખ  આડા કાન કરી રહ્યા છે અને લોકોની રજુઆતોને ધ્યાને લેતા નથી અને પોતાની મનમાની ચલાવી ઉડાવ જવાબ આપી રહ્યા છે. જેને લીધે આ રોડ પર અકસ્માત સર્જાય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.આમ આ અંગે વડગામના જાગૃત નાગરિક મહેશભાઈ ચોધરીએ જણાવ્યું હતું કે અગાઉ પણ આ રોડ પરના ગામોના આગેવાનો દ્વારા લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં હતી પણ સ્ટેટ ખાતાના અધિકારીઓ રોડ માટે કોઈ જ કાર્યવાહી કરતા નથી અને પોતાની મનમાની ચલાવી રહ્યા છે. જેના પગલે છેલ્લા એક વર્ષથી વડગામથી છાપી રોડનું કામ પણ ખોરંભે પડ્‌યું છે અને જેની અધિકારીઓને જાણ છે પણ તેઓ કોન્ટ્રાક્ટરને છાવરી રહ્યા છે. ત્યારે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે યોગ્ય તપાસ કરી પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. આમ આ રોડ બાબતે નેતાઓ કે અધિકારીઓ કોઈપણ ધ્યાન આપતા નથી.

Download Our B K News Today App



Related News