વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ખોદશે તળાવ...આજે વડગામના તળાવોની લીધી મુલાકાત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-15 18:25:12
  • Views : 643
  • Modified Date : 2020-06-15 18:25:12

બનાસકાંઠા જિલ્લામાં દિવસેને દિવસે પાણીની સમસ્યા વિકટ બનતી જાય છે જેમાં છેલ્લા કેટલાક વર્ષોથી પાણીના તળ સતત ઊંડા જતા ખેડૂતો ને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે જેમાં વડગામ તાલુકાના તળાવો અને મુકેશ્વર ડેમ માં નર્મદા નું પાણી નાખવાની ખેડૂતોની વર્ષો જૂની માગણી છે તેમ છતાં પણ સરકાર દ્વારા આ મામલે હજુ સુધી કોઈ જ પગલા ભરાયા નથી. ત્યારે આજે વડગામ તાલુકાના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી એ ફતેગઢ પાસે આવેલ બળાસર તળાવ ની મુલાકાત લીધી હતી. જીગ્નેશ મેવાણીએ સૂકા ભટઠ તળાવ સહિત આજુબાજુના ખેડૂતો સાથે ચર્ચા વિચારણા કરી તેમની પરિસ્થિતિ નો તાગ મળ્યો હતો. ખેડૂતોનું માનીએ તો વડગામ  માં આવેલ તળાવો અને મુક્તેશ્વર ડેમ માં જો નર્મદાનું પાણી નાખવામાં આવે તો અહીંના સો જેટલા ગામોનો પીવાના પાણીના પ્રશ્ન નો કાયમી ઉકેલ આવી શકે તેમ છે.

Download Our B K News Today App



Related News