વડગામના લીંબોઈમાં આવેલી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ગ્રેજ્યુએશન ડે ઉજવાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-07 08:55:42
  • Views : 513
  • Modified Date : 2019-04-07 08:55:42

વડગામ તાલુકાના લિંબોઈમાં આવેલી બેથીન કોન્વેન્ટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં કે.જી.વિભાગનો ગ્રેજ્યુએશન ડેની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મુખ્ય મહેમાન વાલી સંચાલન સમિતિના ઉપાધ્યક્ષ ડા.નરેશભાઈ વૈદ્ય, શાળા સંચાલક અરુણ સવિયો, આચાર્ય જ્યોતિકાબેન હાજર રહ્યા હતા. જેમાં ઉકેજીના નાના બાળકોને કેજીનો પહેલો તબ્બકો પૂરો કરતા અને પ્રાથમિકમાં પ્રવેશ કરતા બાળકોનો ગ્રેજ્યુએશન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નાના બાળકોએ વિવિધ કાર્યક્રમો કરી સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમનું સફળ સંચાલન શાળા સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું.


Download Our B K News Today App



Related News