વડાણા પ્રાથમિક શાળાના ઓરડાઓની હાલત જર્જરીત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-04 12:08:53
  • Views : 829
  • Modified Date : 2019-07-04 12:08:53

સૌ ભણે સૌ આગળ વધે અને ઉત્તમ શિક્ષણ પાછળ રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે પણ  અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણ અંગે વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળે છે. ત્યારે દિયોદર તાલુકાના વડાણા ગામની પ્રાથમિક શાળામાં ફલડ વખતે ભારે વરસાદના પાણીનું વ્હેણ શાળામાં થઈને પ્રસાર થતા શાળામાં ગંભરી રીતે નુકસાન પહોંચતા હાલત જર્જરિત થઈ હતી. તે બાબતની રજૂઆતો વારંવાર કરતા હોવા છતાં વહીવટીતંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. તંત્રની ઉદાસીનતાના કારણે બાળકો ભરચોમાસે ખુલ્લામાં બેસી અભ્યાસ કરવા મજબૂર બન્યા છે.વડાણા પ્રાથમિક શાળામાં ધોરણ ૧ થી ૮માં ૨૦૦થી વધુ બાળકો હાલમાં અભ્યાસ કરે છે.પરંતુ જે પરિસ્થિતિમાં બાળકો અભ્યાસ કરી રહ્યા છે તે જોતા દરરોજ શાળાએ જતા બાળકોને જીવનું પણ જોખમ રહેલું છે. વર્ષો જૂની અને ફલડમાં ક્ષતિગ્રસ્ત  શાળાના ઓરડા વરસાદ અને ભૂકંપ બાદ જર્જરીત હાલતમાં હતા જેને વારંવાર સમારકામ કરીને કામ ચલાવાતું હતું. પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોથી હાલત એકદમ જર્જરીત છે. ઓરડાના પતરા તૂટી ગયા છે. દિવાલોમાં તિરાડ આવી ગઈ છે, ટાઈલ્સો પણ ઉખડી ગઈ છે જે અંગે વારંવાર રજૂઆત છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થતા બાળકોના વાલીઓમાં રોષ વ્યાપો છે. પ્રાથમિક શાળાના ૫ ઓરડા જે બિલકુલ બેસવા લાયક પણ નથી. તે અંગેની રજૂઆતને લઈ ડેમેજ પ્રમાણપત્ર પણ દોઢ વર્ષ અગાઉ આપી દેવાયું છે.પરંતુ નવીન બિલ્ડિંગ અંગે તંત્ર હજુ જગ્યા શોધી રહ્યાનો દાવો જ કરી રહ્યુ છે.પાંચ ઓરડાને તાળા મારી દેવાતા બાળકો છેલ્લાં દોઢ વર્ષથી મેદાનમાં વૃક્ષો નીચે શિક્ષણ લેવા મજબૂર બન્યા છે.વડાણા પ્રાથમિક શાળાનું મકાન ઊંડાણવાળી જગ્યામાં બનાવામાં આવેલ છે જેને લઈ ચોમાસામાં સામાન્ય વરસાદ આવે તો પણ શાળાના પટાંગણમાં પાણી ભરાઈ જાય છે. જેને લઈ ચોમાસામાં બાળકોને શાળાના પટાંગણમાં વૃક્ષ નીચે બેસાડી પણ અભ્યાસ નથી કરાવી શકતા જેને લઈ બાળકોનું શિક્ષણકાર્ય બગડી રહ્યુ છે.




Download Our B K News Today App



Related News