વડગામમાં પાટણ લોકસભાને લઈ ભાજપ કાર્યાલય ખુલ્લું મુકાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-03 10:52:48
  • Views : 476
  • Modified Date : 2019-04-03 10:52:48

વડગામ તાલુકો એ ૩- પાટણ લોકસભાને વડગામ વિધાનસભા વિસ્તાર માટે ભાજપ કાર્યાલય ખુલ્લું મુકવામાં આવ્યું હતું. જેમાં પાટણ લોકસભાના ઉમેદવાર ભરતસિંહ ડાભીએ જણાવ્યું હતું કે હું જીતીને આવીશ તો વડગામ તાલુકાની જનતાને પાણીની સમસ્યામાંથી બહાર લાવીશ અને તાલુકાના વિકાસ માટે મારાથી જે કામ થશે હું કરી બતાવીશ. ત્યારે આ કાર્યક્રમમાં વડગામ અને ખેરાલુ તાલુકાના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
પાટણ લોકસભાની ચૂંટણીમાં વડગામ તાલુકો આવે છે.  ત્યારે પાટણ લોકસભાની સીટ પર ભાજપે ખેરાલુ ધારાસભ્ય ભરતસિંહ ડાભીને મેદાનમાં ઉતાર્યા છે. જેને લઇ વડગામ ખાતે મંગળવારે ભાજપ કાર્યાલય ખુલ્લું મુકવામાં આવ્યું હતું. ત્યારે આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, જીઆઇડીસી ચેરમેન બલવંતસિંહ રાજપૂત,બનાસ ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરી સહિત મહાનુભાવોના હસ્તે વડગામમાં ભાજપ કાર્યાલય ખુલ્લું મુકવામાં આવ્યું હતું. જેમાં આવેલા મહેમાનોએ નરેન્દ્ર મોદીને બીજીવાર વડાપ્રધાન બનાવવા માટે આહવાન કર્યુ હતું. ત્યારે આ પ્રસંગે પાટણ લોકસભાના ઉમેદવાર ભરતસિંહ ડાભીએ ઉચ્ચાર્યુ હતું કે બેટી
બચાવો - બેટી પઢાવો યોજના, સુજલામ-સુફલામ યોજના અને છેક છેવાડાના માનવી સુધી
પાણી પહોંચાડવાનું કાર્ય ભાજપે કર્યુ છે અને જો હું જીતીશ તો વડગામ તાલુકાની જનતાને પાણીની સમસ્યામાંથી બહાર  લાવીશ અને તાલુકાના વિકાસ માટે મારાથી જે કામ થશે હું કરી બતાવીશ. ત્યારે આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય અÂશ્વનભાઈ સક્સેના, ગજેન્દ્રભાઈ સક્સેના, વડગામ માર્કેટયાર્ડ ચેરમેન કેશરભાઈ ચૌધરી,જિલ્લા પંચાયત સદસ્ય ફલજીભાઈ ચૌધરી, વડગામ સરપંચ ભગવાન સિંહ સોલંકી, ડી.વી.સોલંકી, સામંતસિંહ સોલંકી, યુવા કાર્યકર કોમરાજ ભાઈ ચોધરી સહિત તાલુકા ભાજપના  કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.

Download Our B K News Today App



Related News