આજે ચૈત્રી પૂનમે શ્રી વીરમગામના વડલાવાળા મેલડી માતાજીનો ૩૧મો નવચંડી યજ્ઞ યોજાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-19 05:58:26
  • Views : 542
  • Modified Date : 2019-04-19 05:58:26

અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેરમાં  ઐતિહાસિક મુનસર તળાવના કિનારા પર બિરાજમાન શ્રી  વડલાવાળા મેલડી માતાજી મંદિરે ચૈત્રી પૂનમ તારીખ ૧૯/૪/૨૦૧૯ ને શુક્રવારે ૩૧મો નવચંડી યજ્ઞ યોજાશે.  શ્રી  વડલાવાળા મેલડી માતાજી મંદિરે ચૈત્રી પૂનમ તારીખ ૧૯/૪/૨૦૧૯ ને શુક્રવારે ૩૧મો નવચંડી યજ્ઞ યોજાશે. સવારે યજ્ઞનો પ્રારંભ કરવામાં આવશે અને સાંજે શ્રીફળ હોમી યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવશે. સાંજે  ૫ઃ૧૫ કલાકે મહાઆરતી અને ૫.૩૦ કલાકે ધજા ચઢાવવામાં આવશે. સાંજે ૬.૧૫ કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં માતાજીના ભક્તો જોડાશે અને દર્શનનો લાભ લેશે.


Download Our B K News Today App



Related News