વાછરડો...વાછરડા દાદાનાં....દર્શનાર્થે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-07 06:13:41
  • Views : 505
  • Modified Date : 2019-04-07 06:13:41

હિન્દુ ધર્મમાં ચૈત્ર માસનું વિશેષ મહત્વ છે દેવ-દેવીઓનું  પૂજા-અર્ચના, આરાધના, ઉપાસના કરવા માટે આ માસને પવિત્ર માસ તરીકે ગણવામાં આવે છે. માસના પ્રારંભે એકમથી નોમ (રામનવમી) સુધી ચૈત્રી નવરાત્રિ તરીકે ઉજવવામાં આવે છે. પૌરાણિક યુગમાં પવિત્ર ચૈત્ર માસનું 

અદ્‌કેરૂ મહત્વ હતું. પરંતુ 

આજનાં દોડધામ ધર્યા હાઈફાઈ યુગમાં દિવસેને દિવસે ધર્મ પ્રત્યેની શ્રધ્ધા, ભાવનાં અને લાગણીમાં ક્યાંકને ક્યાંક લોકોની ત્રુટી જણાઈ રહી છે. જેના પરિણામે ધાર્મિક વાર તહેવારનું મહત્વ દિન-પ્રતિદિન ઘટતું જઈ રહ્યું છે. 

અત્રે પૈસા પાછળની આંધળી દોટમાં કળિયુગનાં 

આજના માનવીને ઘડીનીયે નવરાશ નથી પછી નિત્ય દેવસ્થાને જવાનીતો વાત જ શી કરવી ??? પરંતુ તસ્વીરમાં જણાતો એક અબોલ પ્રાણી શિવજીનો પોઢિયો (સાંઢ) પવિત્ર  ચૈત્ર માસના પ્રારંભેજ વાછરડા દાદાનાં દેવસ્થાને દર્શનાર્થે જઈ શિશ ટેકવીને કળિયુગના આજનાં માનવીને પોતાની મૂંગી વાચામાં ઘણું બધું શિખવી જાય છે. કે.....હે...માનવ વિશ્વાસ કરી લે.... સમય બની સમજાવું છું.....!!! 

Download Our B K News Today App



Related News