ડીસા તાલુકાના APMC માર્કેટમાં ૧૮ થી ૪૫ વર્ષના વયજૂથના લોકોને વેક્સિન અપાઈ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-07 12:48:47
  • Views : 282
  • Modified Date : 2021-06-07 12:48:47

 

    બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે કોરોના વાઈરસની મહામારીએ ચારે બાજુ હાહાકાર મચાવી દીધો હતો. બનાસકાંઠા જિલ્લામાં કોરોના  વાઈરસની મહામારીની શરૂઆત 50થી થઈ હતી, પરંતુ જે પ્રમાણે લોકોનું સંક્રમણ વધ્યું હતું. તેના કારણે દિવસે દિવસે 200થી પણ વધુ કેસ સામે આવ્યા હતા. વધતા જતા કોરોના વાઈરસના કેસના કારણે બનાસકાંઠા જિલ્લાની મોટાભાગની હોસ્પિટલો કોરોના દર્દીઓથી ઉભરાઈ ગઈ હતી, જેના કારણે સતત ઓક્સિજન અને ઈન્જેક્શનની અછત વર્તાઈ હતી અને અછતના કારણે અને સમયસર દર્દીઓને સારવાર મળતાં અનેક લોકોના મૃત્યુ થયા હતા. હાલમાં કોરોના વાઈરસના કેસમાં ઘટાડો થયો છે.

    બનાસકાંઠા જિલ્લામાં ૧૮ થી ૪૫ વર્ષના વયજૂથના લોકોને અનશન શરૂ થઈ ગઈ છે જેમાં આજરોજ ડીસા તાલુકામાં એપીએમસી માર્કેટમાં યોજવામાં આવી હતી તેમાં લોકો સારું એવું રિસ્પોન્સ આપ્યો છે અને social distancing અને ફરજિયાત માસ્કની સાથે લોકોએ વેક્સિન લીધી હતી

    સરકાર દ્વારા દરેક સેન્ટર ઉપર 200 જેટલા સ્લોટ આપવામાં આવે છે. અને એપીએમસી માર્કેટમાં દરરોજ લગભગ 150થી 200 લોકો વેક્સિન લઇ રહ્યા છે. લોકો દરરોજ ફેન્સી લેવા માટે બધી સાવચેતી રાખીને આવે છે અને સરકાર દ્વારા જે ૨૦૦ slot ફાળવવામાં આવ્યા છે તેમાં રજીસ્ટ્રેશન કરીને વેક્સિન આપવામાં આવે છે તો દરેક લોકો પોતાની જાતે રજિસ્ટ્રેશન કરી અને વેક્સિન સેન્ટર ઉપર લેવા માટે આવે છે

 

Download Our B K News Today App



Related News