બનાસકાંઠા જિલ્લામાં આજે ૨.૧૮ લાખ બાળકોને રસીકરણ આપવાની શરૂઆત કરાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-01-03 12:24:10
  • Views : 242
  • Modified Date : 2022-01-03 12:24:10

 

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આજેથી નાના બાળકોને વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવશે. કોરોના મહામારીમાં અત્યાર સુધી બાળકો ઘણી ઓછી સંખ્યામાં સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું છે. જોકે, જેમ-જેમ કોરોનાના નિયંત્રણો હટી રહ્યા છે, તેમ-તેમ બાળકો માટે ચિંતા વધી રહી છે. વયસ્કો અને વૃદ્ધો માટે તો કોરોના વેક્સીન ઉપલબ્ધ છે, પરંતુ બાળકો માટે કોરોના વેક્સીન ઉપલબ્ધ હતી. જોકે, હવે બાળકો માટેની કોરોના વેક્સીનને ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીજીસીઆઈ)ની મંજૂરી મળી ગઈ છે.જાણવા મળ્યા મુજબ, હવે 2થી 18 વર્ષના બાળકો માટેની કોરોના વેક્સીનને મંજૂરી મળી ગઈ છે. ડી જી સી આઈએ બાળકો માટેની કોવેક્સીનને મંજૂરી આપી દીધી છે. ભારત બાયોટેક અને આઈસીએમઆરએ મળીને કોવેક્સીન બનાવી છે. તે ભારતીય કોરોના વેક્સીન છે. કોરોના વાયરસ સામે કોવેક્સીન ક્લીનિકલ ટ્રાયલમાં લગભગ 78 ટકા અસરકારક સાબિત થઈ હતી.બાળકો માટેની કોરોના વેક્સીનને લઈને ગાઈલાઈન્સ જારી કરવામાં આવી છે. જેથી આજે બાળકોને રસી આપવાનું શરૂ કરાશે. જણાવાયું છે કે, બાળકોને પણ મોટાઓની જેમ કોવેક્સીનના બે ડોઝ અપાશે. અત્યાર સુધી થયેલા ટ્રાયલમાં રસીની બાળકોમાં કોઈ આડઅસર જોવા નથી મળી.

 

જે અંતર્ગત આજથી ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં નાના બાળકોને કોરોના સામે રક્ષણ મળી રહે તે માટે વેકશીન આપવાની શરૂઆત કરવામાં આવશે જે અંતર્ગત આજે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કોરોના રસીકરણની તૈયારીઓ કરવામાં આવી હતી ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં આવેલા તમામ આરોગ્ય સેન્ટર ઉપર આજે આરોગ્ય વિભાગ દ્વારા નાના બાળકો માટેની રસી ઉપલબ્ધ કરવામાં આવી છે જેથી આજથી શરૂ કરવામાં આવનાર વેક્સિન અભિયાનને લઈ કોઈ તકલીફ ઊભી થાય. બનાસકાંઠા જિલ્લામાં બાળકો માટે શરૂ થનાર વેક્સિન અત્યારે લઇ આજે જિલ્લામાં તમામ તૈયારીઓ ને આખરી ઓપ આપી દેવામાં આવે છે અને આજેથી શાળામાં અભ્યાસ કરતા અને શાળાએથી અભ્યાસ છોડીને ગયેલા તમામ બાળકોને રસીકરણ આપવાની શરૂઆત કરવામાં આવશે

 

- જિલ્લામાં કેટલા બાળકોને રસી અપાશે

 

    આરોગ્ય વિભાગ દ્વારા આજથી ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં તા.2-05-2005 અને 3-12-2007નાવર્ષમાં જન્મેલા બાળકોને રસીકરણ આપવામાં આવશે. બનાસકાંઠા જિલ્લામાં કુલ .૧૮ લાખ બાળકોને રસીકરણ આપવાનો સરકાર દ્વારા ટાર્ગેટ આપવામાં આવ્યો છે જેમાં 1.55 લાખ બાળકો જે જિલ્લાની ૬૩૧ માધ્યમીક શાળાઓમાં અભ્યાસ કરે છે, 4 હજાર બાળકો જે જિલ્લાની 21 .ટી.આઈમાં અભ્યાસ કરે છે. 56 હજાર શાળા છોડી ગયેલા વિદ્યાર્થીઓને આરોગ્ય વિભાગની 800 ટીમ બનવી રસીકરણ આપવામાં આવશે. આમ આજેથી શરૂ થતા રસીકરણ મહા અભિયાનમાં જિલ્લાના તમામ બાળકોને રસીકરણ આપવામાં આવશે

Download Our B K News Today App



Related News