ગુજરાતમાં રોજ 4 લાખ લોકોનું વેક્સિનેશન, 30 એપ્રિલ સુધીમાં 1.75 કરોડ લોકોનું વેક્સિનેશન પૂર્ણ થઈ શકે છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-03 13:31:01
  • Views : 254
  • Modified Date : 2021-04-03 13:31:01

    દેશભરમાં કોરોના વેક્સિનેશનની પ્રક્રિયા પુરજોશમાં ચાલી રહી છે, જેમાં દૈનિક 30 લાખથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવે છે. એમાં ગુજરાત પણ દરરોજ 2.5 લોકોને વેક્સિન આપવાના ટાર્ગેટ સાથે આગળ વધી રહ્યું છે. ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી 4 લાખથી વધુ લોકોને વેક્સિન આપવાની કામગીરી ચાલી રહી છે. એ જોતાં દેશનાં અન્ય રાજ્યોની સરખામણીમાં એકલા ગુજરાતમાં વેક્સિનેશનની કામગીરી સૌથી વધુ 15 ટકા નોંધાઈ છે. ગુજરાતમાં હાલની 4 લાખની વેક્સિનેશનની કામગીરીને સતત ચાલુ રહેતાં આગામી 30 એપ્રિલ સુધીમાં અંદાજે 1.75 કરોડ લોકોને કોરોનાની વેક્સિન અપાઈ જશે, એટલે કે ગુજરાતની કુલ 6.48 લાખની વસતિમાંથી 18 ટકા લોકોનું રસીકરણ પૂર્ણ થઈ જશે.

    જાન્યુઆરી મહિનાથી દેશભરમાં વેક્સિન આપવાની શરૂઆત કરાઈ હતી, જેમાં સૌથી પહેલા ડોક્ટર તેમજ ફ્રન્ટલાઈન વોરિયર્સને વેક્સિન અપાઈ, ત્યાર બાદ 60 વર્ષથી વધુ ઉંમરનાને અને હવે 45 વર્ષથી વધુ ઉંમરવાળાને વેક્સિન આપવામાં આવી રહી છે. દેશમાં અત્યારસુધીમાં કુલ 7,30,54,295 લોકોને વેક્સિન આપવામાં આવી છે, જેમાં સૌથી વધુ ગુજરાતમાં 15 ટકા લોકોને વેક્સિન અપાઈ છે, ત્યાર બાદ બીજા નંબર પર મહારાષ્ટ્રમાં 10.2 ટકા, ઉત્તરપ્રદેશમાં 9.6 ટકા, રાજસ્થાનમાં 9.1 ટકા, જ્યારે દિલ્હીમાં માત્ર 2.2 ટકા લોકોને વેક્સિન આપવામાં આવી છે. આ ટકાવારી પરથી એવું માની શકાય કે ગુજરાતમાં વેક્સિનેશનની પ્રક્રિયા અન્ય રાજ્યોની સરખામણી સૌથી ઝડપે ચાલી રહી છે.

    દેશમાં હાલમાં વેક્સિનેશનની સાથે એક્ટિવ કેસ મામલે પણ મહારાષ્ટ્ર ટોપ પર છે. મહારાષ્ટ્રમાં હાલમાં 3,91,203 એક્ટિવ કેસની સામે 65,19,976 લોકોનું વેક્સિનેશન થયું છે, બીજી તરફ, ગુજરાતમાં એક્ટિવ કેસમાં 9 નંબર પર આવે છે, પરંતુ વેક્સિનેશન મામલે હાલમાં 2 નંબર પર છે. ગુજરાતમાં હાલ 13,559 એક્ટિવ કેસ છે, તેની સાથે 61,65,176 લોકોનું વેક્સિનેશન થઈ ચૂક્યું છે, જ્યારે રાજસ્થાનમાં 10,484 એક્ટિવ કેસમાં 60,05,903 લોકોનું વેક્સિનેશન થયું છે. ઝડપી વેક્સિનેશનનાં રાજ્યોમાં ગુજરાત બાદ ત્રીજા નંબર પર રાજસ્થાન આવે છે.

    રસીકરણ વધારવા અને દૈનિક કેસોની સંખ્યા ઘટાડવા માટે કેન્દ્ર દ્વારા રાજ્ય સરકારને કડડ સૂચનાઓ અપાઈ રહી છે. વડાપ્રધાન મોદીના ખાસ ગણાતા કે. કૈલાસનાથનની ગુજરાતમાં એન્ટ્રી થતાં ગુજરાતમાં વેક્સિનેશનની પ્રક્રિયાએ ઝડપ પકડી છે, સાથે જ હવે ગુજરાતમાં 1 એપ્રિલ, 2021થી 30 એપ્રિલ 2021 સુધીમાં તમામ જિલ્લા-કોર્પોરેશનનાં જાહેર અને ખાનગી તમામ કોવિડ રસીકરણ કેન્દ્રોમાં રસીકરણ ચલાવવામાં આવશે. આ મહિને 2 એપ્રિલે ગુડ ફ્રાઈડે, 13મીએ ગુડીપડવો (ચેટીચંદ), 14મીએ આંબેડકર જયંતી, 21મી રામનવમીની રજા છે, સાથે ચાર રવિવાર પણ છે. મહાવીર જયંતી 25 એપ્રિલે છે, પરંતુ એ દિવસે રવિવાર છે. એને ધ્યાનમાં લઈ સરકારે હવે રવિવાર અને જાહેર રજાના દિવસે પણ વેક્સિન આપવાનો નિર્ણય લીધો છે.


Download Our B K News Today App



Related News