બનાસકાંઠા જીલ્લામાં પણ આજથી બારથી ચૌદ વર્ષની ઉંમરના બાળકોને વેક્સિન આપવાની શરૂઆત કરાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-17 11:59:38
  • Views : 267
  • Modified Date : 2022-03-17 11:59:38

બનાસકાંઠા જીલ્લામાં પણ આજથી બારથી ચૌદ વર્ષની ઉંમરના બાળકોને વેક્સિન આપવાની શરૂ થઈ ચૂકી છે.. આજે શાળાઓમાં બાળકો કોરોના વિરોધી રસી આપવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.. અને બાળકો મોટી સંખ્યામાં કોરોના વિરોધી રસી લેતા નજરે પડ્યા હતા.

 

ભારતમાં કોરોના વાઇરસની પહેલી, બીજી અને ત્રીજી લહેર સમાપ્ત થઈ ચૂકી છે.. અને ત્રણેય લહેર દરમ્યાન ભારતમાં કોરોનાના કેશોમાં ધરખમ વધારો નોંધાયો હતો.. ભારતમાં અત્યારસુધી કોરોના વિરોધી રસી આપવામાં આવી છે. તે તમામ લોકો ૧૫ વર્ષથી ઉપરના છે.. અને હવે સરકાર દ્વારા બાળકોને કોરોના વિરોધી રસી આપવાની શરૂઆત કરી દીધી છે.. આજથી ગુજરાતમાં પણ ૧૨થી ૧૪ વર્ષની ઉંમર ધરાવતા બાળકોને કોરોના વિરોધી રસી આપવાની શરૂઆત થઈ ચૂકી છે.. ડીસા તાલુકામાં બાળકો માટે રસીના ૧૦ હજાર ડોઝ સરકાર દ્વારા આપવામાં આવ્યા છે.. જેમાં બાળકોને અત્યારે કોરબીવેક્સના ડોઝ આપવામાં આવી રહ્યા છે. કોરબીવેક્સ નવી વેક્સિન છે અને સરકાર દ્વારા બાળકો માટે ખાસ તૈયાર કરવામાં આવી છે.. રસીની કોઈ આડઅસર પણ ના હોવાના લીધે બાળકો માટે ખૂબ ઉપયોગી છે.. આજે બાળકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને કોરબીવેક્સનો ડોઝ લેનારા બાળકોને એક મહિના બાદ બીજો ડોઝ આપવામાં આવશે.. ડીસાની વિવિધ શાળાઓમાં બાળકોને કોરબીવેક્સના ડોઝ આપવાની આરોગ્ય વિભાગ દ્વારા સવારથી કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.. અને બાળકોને રસી આપ્યા બાદ રસીકરણના કાર્ડનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે..

Download Our B K News Today App



Related News