રોટરી ક્લબ ડીસા ડીવાઈન દ્વારા સરસ્વતી વિદ્યા સંકુલ, ડીસા ખાતે કોવિડ 19 સામે રક્ષણ આપતી વેક્સિન (રસી) આપવા વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-04 12:44:47
  • Views : 272
  • Modified Date : 2021-07-04 12:48:14

     વર્તમાન સમયમાં કોરોના સામે રક્ષણ માટે વેક્સિન મૂકાવવી જરૂરી છે. જેથી ડીસા શહેરના 18 વષૅથી મોટી ઉંમરના ભાઈ-બહેનો માટે રસીકરણ પ્રોજેક્ટ અંતર્ગત ડો. રીટાબેન પટેલની આગેવાનીમાં રોટરી ક્લબ ડીસા ડીવાઈન દ્વારા ડીસા શહેર ચૌધરી સમાજ ના સહયોગથી સરસ્વતી વિદ્યા સંકુલ, ડીસા ખાતે કોવિડ 19 સામે રક્ષણ આપતી વેક્સિન (રસી) આપવા વેક્સિનેશન  કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં 184 લોકોએ રસીકરણનો લાભ લીધો, કાર્યક્રમમાં રોટરી પ્રમુખ ડૉ રીટાબેન પટેલ, સેક્રેટરી ડૉ અવનિબેન ઠક્કર,રોટે. ધર્મિષ્ઠાબેન પટેલ,રોટે. પિન્કીબેન દેસાઈ તથા સામાજીક આગેવાનો શામળભાઈ ચૌધરી , બાબુભાઈ, વસ્તાભાઈ, પરાગભાઈ ,રોટે. ડૉ હિરેનભાઈ પટેલ વિ. ઉપસ્થિતિ રહ્યા હતા અને લોકોને વેકસીનેશન માટે પ્રોત્સાહિત કર્યા હતા.

 

 

Download Our B K News Today App



Related News