પ્રક્ષાલન વિધિના દિવસે અંબાજી મંદિરમાં વીઆઈપીઓ આવી ગયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-18 12:32:58
  • Views : 702
  • Modified Date : 2019-09-18 12:32:58

ગુજરાતના સૌથી મોટા અને મોખરાના શક્તિપીઠ  અંબાજી મંદિરના ૧૭ સપ્ટેમ્બરના રોજ પ્રક્ષાલન વિધિ હોઈ આ વિધિ મા અંબાજીની જનતા મંદિર ધોવા માટે જતી હોય છે. પણ આજના દિવસે ગુજરાતના વિવિધ વિસ્તારોના
વીઆઈપીઓનો કાફલે કાફલો આવી જતા અંબાજીના લોકોને ભારે હેરાનગતિ થઇ હતી. મંગળાવારે અંબાજી મંદિર
બપોરના ૧ થી રાત્રી ના ૯ વાગે સુધી બંધ હોઈ વહેલી સવારથી જ વીઆઈપીઓના ધાડેઘાડા અંબાજી મંદિરમાં આવી ગયા હતા. મંદિરના ૭ નંબર ગેટ
પાસે આવા વીઆઈપીઓની ગાડીઓ આવી ગઈ હતી. આ પ્રક્ષાલન વિધિ મર્યાદિત અને ગુપ્ત હોઈ છેલ્લાં કેટલાંય વર્ષોથી તેની ગુપ્તતા જળવાતી નથી. આ દિવસે માત્ર વર્ષોથી આવતો સોની પરિવાર જ માતાજીના ઘરેણાં સાફ કરતો હોઈ તેમને જ મંદિરમાં પ્રવેશ અપાય છે.  આ સિવાય અન્યને પ્રવેશ અપાતો નથી. પણ છેલ્લાં કેટલલાંય વર્ષોથી આ વિધીમાં
વીઆઈપીઓનો ત્રાસ વધી ગયો છે અને આજના દિવસે વીઆઈપીઓના ઘાડેઘાડા આવતા મંદિર ટ્રસ્ટના અધિકારીઓ અને સિક્યુરિટી જવાનો ભારે હેરાન થયા હતા.
૭ નંબર ગેટ પર સવારથી જ વીઆઈપીઓની ગાડીઓ
પાર્ક થયેલી જોવા મળી હતી અને આ વીઆઈપીઓના મહેમાનો અને સગાસંબંધીઓ સવારથી જ મંદિરમાં અડિંગો જમાવી બેસી ગયા હતા. આ વિધિ ગુપ્તતાની હોઈ મંદિરના  ગાદીપતિ મહારાજ અને સોની પરિવાર સિવાય કોઈ આ વિધિમાં હાજર રહી શકે નહીં. તો પછી આજે આટલા બધા લોકો કઈ રીતે આવી ગયા હતા. અમદાવાદના સોની પરિવારને ઘરેણાં સાફ કરવાનો અધિકાર વર્ષોથી આપેલો હોઈ તેવો એક પણ રૂપિયા લીધા વિના આ વિધિમાં હાજરી આપવા અને માતાજીના અલંકારો સાફ કરવા અમદાવાદથી ખર્ચ કરી આવે છે અને આ સાફ સફાઈ કર્યા બાદ તેવો અંબાજી મંદિરને ૧૩ હજારનું સોનુ દાન પેટે આપી જાય છે. પણ આજના દિવસે વગર આમંત્રણે આવતા વીઆઈપીઓ મંદિરને કંઈ  દાન આપતા નથી અને મંદિરની કામગીરીમાં અડચણ કરે છે.

Download Our B K News Today App



Related News