ઢીમા-માવસરી કસ્ટમ રોડ દ્વારા રાજસ્થાનમાંથી વી.આઈ.પી. ગાડીઓ મારફત દારૂ લવાતો હોવાની રાવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-12 11:32:34
  • Views : 854
  • Modified Date : 2019-08-12 11:32:34

સરહદી યાત્રાધામ
ઢીમા-માવસરી કસ્ટમ રોડ મારફત રાજસ્થાનમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવતી હોવાની ચોંકાવનારી વિગતો પ્રાપ્ત થઈ છે.સરહદી વાવ તાલુકાનાં સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમામાં દરરોજ વીઆઈપી ગાડીઓ મારફત લાખ્ખો
રૂપિયાનો વિદેશી દારૂ ઠલવાય છે. વાવ તાલુકામાં મોટા પ્રમાણમાં લાખ્ખો રૂપિયાનો વિદેશી દારૂ રાજસ્થાનમાંથી લવાતો હોવાનું જાણવા મળ્યું છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમા ધામને અડીને આવેલા ઢીમા-માવસરી કસ્ટમ રોડ પરથી રાજસ્થાનમાંથી વીઆઈપી ગાડીઓ મારફત મોટા પ્રમાણમાં વિદેશી દારૂ લવાતો હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે ત્યારે જિલ્લા
પોલીસ વડા દ્વારા સત્વરે તપાસ કરી ઢીમા-માવસરી રોડ પર કાયમી ધોરણે પોલીસ ચોકી ગોઠવે તેવી માંગ ઉઠી છે.
સરહદી વિસ્તારમાં આવેલ
પવિત્ર યાત્રાધામ ઢીમામાં વીઆઈપી ગાડીઓ મારફત લાખ્ખો રૂપિયાનો વિદેશી દારૂ લવાઈ રહ્યો છે.ત્યારે સ્થાનિક
પોલીસની મીઠી નજર હેઠળ
પવિત્ર યાત્રાધામ ઢીમામાં જાહેર રસ્તાઓ પર લથડીયા ખાતાં દારૂડિયાઓથી ગ્રામજનો સહિત શ્રદ્ધાળુઓ ત્રસ્ત થયાં છે.ત્યારે આ બાબતે જિલ્લા પોલીસ વડા સમગ્ર મામલે તપાસ કરે તે જરૂરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે વાવનાં સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમામાં દારૂનો વેપલો બંધ કરવા માટે આગામી ૧૫મી ઓગસ્ટ પછી જિલ્લા પોલીસ વડા પ્રદીપ સેજુલને આવેદનપત્ર આપવામાં આવશે તેવું ગ્રામજનોએ જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News