ઉઝબેકિસ્તાનમાં મહાત્મા ગાંધીના પ્રદર્શનનું રૂપાણીના હસ્તે ઉદ્ઘાટન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-23 13:03:29
  • Views : 315
  • Modified Date : 2019-10-23 13:03:29

મુખ્યમંત્રી વિજય રૂપાણીના ઉઝબેકિસ્તાનના પ્રવાસના ચોથા દિવસે મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતી નિમિત્તે ભારતીય રાજદૂતાલય દ્વારા યોજવામાં આવેલા એક સમારોહમાં ઉઝબેકિસ્તાનના યુવાને બાપુને પ્રિય ભજન વૈષ્ણવ જન તો તેને રે કહીએ ભજન ગાઈને સહુને ભાવ વિભોર કરી દીધા હતા.આ યુવકને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખાસ અભિનંદન આપ્યા હતા. બીજી તરફ ઉઝબેકિસ્તાને મહાત્મા ગાંધીની 150માં જન્મજયંતી નિમિત્તે એક ટપાલ ટિકીટ બહાર પાડીને ભારતના રાષ્ટ્રપિતાને સન્માન પણ આપ્યું હતું. આ પ્રસંગે બોલતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ગાંધીજી વ્યક્તિ નહિ, એક વિચાર ધારા છે. તેમને દરીદ્રનારાયણના ઉતૃથા સાથે સત્ય અહિંસા, પર્યાવરણ સુરક્ષા અને સ્વચ્છતાનો આપેલો સંદેશ એક રાષ્ટ્ર કે દેશ નહિ, પરંતુ સમગ્ર વિશ્વની માનવ જાત માટે આજેય એટલેો જ પ્રસ્તુત છે.મહાત્મા ગાંધી વિકાસશીલ, ઉદાહ અને સર્વસમાવેશક વિચાર ધારા ધરાવતા હતા અને તેમના સમયથી ઘણાં આગળના યુગના વિચારો ધરાવતા હતા. આજે પર્યાવરણની જે સમસ્યાનો ભારત અને વિશ્વ સામનો કરી રહ્યું છે તેનો ઉકેલ પણ ગાંધીજીએ ચીંધેલો છે. મુખ્યમંત્રીએ તાશ્કંદની લાલબહાદુર શાસ્ત્રીની સ્કૂલની મુલાકાત લીધી હતી. શાસ્ત્રીજીની પ્રતિમાને તેમણે પુષ્પાંજલિ અર્પણ કરીહ તી. શાસ્ત્રીજી એક મહાન સ્વાતંત્ર્ય સેનાની હતા અને ભારતના સર્વૉચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત નેતાને દેશવાસીઓ તરફથી નમન કરૂં છું. તેમમે સામાજિક અને આિર્થક વિકાસને વેગ આપવા માટે અતૂલનીય યોગદાન આપેલું છે.તાશ્કંદની સ્કૂલના બાળકોએ ગુજરાતના પ્રતિનિિધ મંડળ સમક્ષ હિન્દુ અને સંસ્કૃત ભાષામાં કૃતિઓ રજૂ કરી હતી.  મુખ્યમંત્રીએ ઉઝબેકિસ્તાનના તેમના પ્રવાસના આજના ચોથા દિવસે તાશ્કંદમાં એમિટી યુનિવર્સિટીના કેમ્પસની મુલાકાત લીધી હતી. તેમણે આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો સાથે ચર્ચા પણ કરી હતી.

Download Our B K News Today App



Related News