ઉવારસદ વિસ્તારને કોલેરાગ્રસ્ત વિસ્તાર જાહેર કરાયો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-31 17:53:30
  • Views : 82
  • Modified Date : 2023-12-31 17:53:30

ગાંધીનગરના ઉવારસદનો બે કિ.મી વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. કર્ણાવતી યુનિવર્સિટી નજીકના ઈંટોના ભઠ્ઠાનો વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. તો આ અંગે કલેકટર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે. કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે ગાંધીનગર મામલતદારની નિમણૂક કરાઇ છે.તો એક કિશોરની તબીયત છેલ્લાં એક અઠવાડિયાથી નાદુરસ્ત હતી. જેના પગલે કિશોરનો કોલેરાનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જે પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે. તો ગાંધીનગર જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સરવે સહિતની કામગીરી હાથ ધરાઇ છે. તેમજ અસરગ્રસ્ત વિસ્તારોમાં ડોર ટૂ ડોર સરવે હાથ ધરાયો છે.ઝાડા ઉલ્ટીની અસર ધરાવતા બેથી ત્રણ દર્દી મળ્યા છે. જેના પગલે પીવાના પાણીના નમુના ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલાયા છે. કોલેરાના કેસ વધતા તંત્ર દ્વારા પાણી અને ગટરની લાઈનોની ચકાસણી હાથ ધરાઇ છે.

Download Our B K News Today App



Related News