ઉત્તરાયણના દિવસે બનાસકાંઠામાં વરસાદની આગાહી જાણો ક્યાં પડશે ?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-12 19:11:13
  • Views : 1260
  • Modified Date : 2020-01-12 19:17:09

હિમાચલ પ્રદેશ અને કાશ્મીરમાં ભારે બરફવર્ષા થઈ રહી છે. જેને કારણે ગુજરાતમાં પણ બર્ફિલી ઠંડીની અસર વર્તાઈ છે. શુક્રવારે નલિયામાં સૌથી ઓછું 4.2 ડિગ્રી સેલ્સીયસ તાપમાન નોંધાયું. જ્યારે ડીસામાં 6.1 ડિગ્રી નોંધાયું. તો ગુજરાતમાં અમદાવાદ સહિત 6 શહેરોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી ઓછું રહ્યું હતું. જેના કારણે વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે સોમવારે 13 જાન્યુઆરીએ અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સૌરાષ્ટ્રમાં દ્વારકા જામનગર અને કચ્છ વિસ્તારમાં માવઠું પડે તેવી શક્યતા છે.સમગ્ર ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે અને પર્વતીય  વિસ્તારોમાં ભારે હિમ વર્ષા થઈ રહી છે. ત્યારે ઉત્તરાખંડમાં પણ ગત રાતે હિમવર્ષા થઈ હતી. જેથી લોકોએ પરેશાની વેઠવી પડી હતી. ઉતરાખંડમાં ભારે વરસાદથી 190 રસ્તાઓ બંધ છે. ગઢવાલ ક્ષેત્રમાં ગામડાઓ અને કસ્બામાં વીજળી સપ્લાય ઠપ થયો છે. કેટલાય ગામો સંપર્ક વિહોણા બન્યા છે. રાજ્યમાં પાંચ હજાર ફૂટથી વધુ ઉંચાઈ વાળા વિસ્તારમાં બરફ વર્ષા થઈ છે. જેથી હાઈવે બંધ થયા છે. ઉત્તરાખંડ વિધાનસભાનું પરિસર પણ બરફથી છવાઈ ગયુ છે.રાજ્સ્થાનનના પર્યટક સ્થળ માઉન્ટ આબુમાં ઠંડીનો કહેર યથાવત રહેતા ઠેર ઠેર બરફની ચાદર છવાઈ છે. આબુમાં ઠંડીનો ચમકારો વધતા પાણી બરફમાં ફેરવાયું છે. ઠંડીનો કહેર યથાવત રહેતા બે માસનું વેકેશન જાહેર કર્યું છે. માઉન્ટ આબુમાં ગત વર્ષે માયનસ ચાર ડિગ્રી સુધી તાપમાન નોંધાયું હતું જે આ વર્ષે અત્યાર સુધીમાં માયનસ ત્રણ ડિગ્રી સુધી પહોંચ્યું છે. જેને પગલે જનજીવનને ભારે અસર પહોંચી છે. સહેલાણીઓની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. શાળા અને કોલેજોમાં બે માસનું લાંબુ વેકેશન જાહેર કરવમાં આવ્યું છે

Download Our B K News Today App



Related News