ઉત્તરાખંડ : 20 વર્ષનું પહાડી રાજ્ય આજે 13માં મુખ્યમંત્રી જોશે, ભાજપે 8 તો કોંગ્રેસ 5 મુખ્યમંત્રી બનાવ્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-04 12:26:30
  • Views : 327
  • Modified Date : 2021-07-04 12:26:30

     દેશમાં સતત કુદરતી હોનારતોનો સામનો કરનાર ઉત્તરાખંડ તેની 20 વર્ષની ઉંમરમાં પોલીટિકલ લેન્ડસ્લાઈડથી પણ અડગો રહ્યો નથી. રાજ્યએ તેની નાની ઉંમરમાં જ 13 જેટલા મુખ્યમંત્રી જોયા છે. તીરથ સિંહ રાવતે શુક્રવારે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામુ આપ્યું છે. ભાજપની ધારાસભ્ય દળની શનિવારે થયેલી બેઠકમાં જ પુષ્કર સિંહ ધામીના નામ પર મુહર લગાવવામાં આવી છે. 45 વર્ષની ઉંમરના ધામી રાજ્યના 13માં મુખ્યમંત્રી હશે. રાજ્યમાં અત્યાર સુધીના મુખ્યમંત્રીઓમાંથી સૌથી યુવા ધામી રવિવારે સાંજે 5 વાગ્યે શપથ લેશે.

     ઉત્તરાખંડના જન્મની વાત કરવામાં આવે તો સ્વર્ગસ્થ વડાપ્રધાન અટલ બિહારી બાજપેયી 9 નવેમ્બર 2000ના રોજ છત્તીસગઢ અને ઝારખંડની સાથે ઉત્તરપ્રદેશથી અલગ આ પહાડી રાજ્યની સ્થાપના કરી હતી. ઉત્તરાખંડને હાલ 20 વર્ષ પુરા થયા છે. એટલે કે વિધાનસભાના 4 કાર્યકાળ જેટલો સમય. આ દરમિયાન પ્રત્યેક ચૂંટણીમાં ભાજપ કે કોંગ્રેસે જ સરકાર બનાવી.  રાજ્યમાં ખરેખર તો 4 જ મુખ્યમંત્રી જ અત્યાર સુધીમાં હોવા જોઈતા હતા, જોકે રાજકીય અસ્થિરતાને પગલે રાજ્યએ 13 મુખ્યમંત્રી જોયા. ભાજપે અહીં 8 મુખ્યમંત્રી બનાવ્યા, જ્યારે કોંગ્રેસે પણ અહીં 5 મુખ્યમંત્રી બનાવ્યા. કોંગ્રેસના નારાયણ દત તિવારી જ એકમાત્ર એવા મુખ્યમંત્રી રહ્યાં, જેમણે રાજ્યના રાજકીય ઈતિહાસમાં 5 વર્ષનો કાર્યકાળ પુરો કર્યો.

    ભાજપ અને કોંગ્રેસ બંને રાષ્ટ્રીય પાર્ટીઓને ઉત્તરાખંડમાં શાસન માટે લગભગ 10-10 વર્ષનો સમય મળ્યો છે. જેમાં કોંગ્રેસે મુખ્યમંત્રીના 3 ચહેરા આપ્યા તો ભાજપે અત્યાર સુધીમાં 7 ચહેરાઓને મુખ્યમંત્રી પદ પર બેસાડ્યા છે. ભાજપે તેના 5-5 વર્ષના બે શાસન દરમિયાન ત્રણ-ત્રણ મુખ્યમંત્રીઓને બદલ્યા છે.
    
      9 નવેમ્બર 2000એ જ્યારે ઉત્તરાપ્રદેશથી અલગ રાજ્ય ઉત્તરાખંડ બન્યું તો ભાજપે નિત્યાનંદ સ્વામીને વચગાળાની કમાન સોંપી. હજી તો સત્તા સોંપ્યાને એક વર્ષ જ થયું હતું પરંતુ ભાજપને સ્વામીમાંથી રસ ઉઠી ગયો. ભાજપને એવું લાગ્યું કે સ્વામીના નેતૃત્વમાં વર્ષ 2002માં થનારી વિધાનસભા ચૂંટણી તે જીતી શકશે નહિ. તે પછી પાર્ટીએ ભગત સિંહ કોશિયારીને રાજ્યનું કમાન સોંપ્યું. જોકે પાર્ટીનું અનુમાન ખોટુ સાબિત થયું અને આ વર્ષે થનારી ચૂંટણીમાં કોંગ્રેસે પ્રથમ વખત ઉત્તરાખંડમાં પોતાની સરકાર બનાવી. ત્યારે કોંગ્રેસે નારાયણ દત્ત તિવારીને મુખ્યમનંત્રી બનાવ્યા. ત્યારે હરીશ રાવત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ હતા. રાવત અને તિવારીની વચ્ચે અણબનાવના સમાચારો આવતા રહ્યા, જોકે એનડી તિવારીએ તમામ મુશ્કેલી વચ્ચે પણ પોતાના પાંચ વર્ષ પૂર્ણ કર્યા.

Download Our B K News Today App



Related News