અલકનંદા નદીનો જળસ્તર વધવાનો મેસેજ વાઇરલ, પોલીસે કહ્યું- બધું સામાન્ય; તપોવનમાં અત્યારસુધીમાં 53 મૃતદેહ મળ્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-15 12:45:54
  • Views : 251
  • Modified Date : 2021-02-15 12:45:54

    ચમોલી દુર્ઘટનાના રેસ્કયૂનો આજે 9મો દિવસ છે. તપોવન વિસ્તારમાંથી અત્યારસુધીમાં 53 મૃતદેહ જપ્ત કરાયા છે. NTPCની ટનલમાં ફસાયેલા 32 મજૂરને કાઢવાના પ્રયાસ ચાલી રહ્યા છે,પરંતુ જેમ જેમ સમય વીતી રહ્યો છે, આશા પણ ઓછી થતી જઈ રહી છે. આ ટનલમાંથી અત્યારસુધીમાં 5 મૃતદેહ મળ્યા છે. રેસ્ક્યૂ દરમિયાન જ રવિવારે મોડી રાતે અલકનંદા નદીનો જળસ્તર વધવાનો મેસેજ વાઈરલ થયો, પરંતુ ઉત્તરાખંડ પોલીસે આને અફવા જાહેર કરી દીધી છે.

    ઉત્તરાખંડ પોલીસે કહ્યું હતું કે એક મેસેજ વાઈરલ થઈ રહ્યો છે, જેમાં અલકનંદા નદીનો જળસ્તર વધવાની વાત કહેવાઈ રહી છે; આ ખોટો મેસેજ છે. અલકનંદાનો જળસ્તર સામાન્ય છે. ટેન્શન કરવાની કોઈ વાત નથી.ચમોલીમાં જે 53 મૃતદેહ મળ્યા છે એમાંથી મોટા ભાગના તપોવન વિસ્તારમાં જ છે. આમાં પણ સૌથી વધુ સંખ્યા NTPCની ટનલ અને રૈણી ગામથી મળતા મૃતદેહોની છે. હાલ ટનલમાં 32 વર્કર્સ ફસાયા હોવાની આશંકા છે. ટનલમાં 130 મીટર સુધીનો કાટમાળ સાફ કરી દેવાયો છે. હાલ ટનલ પાસેની એક સુરંગમાં કરવામાં આવેલા હોલનું મોઢું પહોંળું કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેથી તેમાં વર્કર્સની તપાસમાં કેમેરો ઓપરેટ કરી શકાય.

    રેસ્ક્યૂ ટીમને આશા છે કે ટનલમાં હાલ પણ ઓક્સિજન છે અને અમુક એવી જગ્યા પણ હશે, જેમાં મજૂર સુરક્ષિત હોઈ શકે છે. અધિકારીઓનું કહેવું છે કે અમે ઝડપથી મજૂરોને કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.ઉત્તરાખંડ પોલીસના જણાવ્યા પ્રમાણે, આપત્તિ પછી કુલ 206 લોકોના ગુમ થયાની ફરિયાદ આવી હતી. એમાં હાલ 150 લોકોની તપાસ ચાલી રહી છે. ઋષિગંગા, ધૌલીગંગા અને આસપાસની નદીઓમાં લોકોની તપાસ કરવાનું કામ ઝડપી કરી દેવાયું છે.




Download Our B K News Today App



Related News