ઉત્તરાખંડના CM ત્રિવેન્દ્ર સિંહ દેહરાદૂનની મુલાકાતે પહોંચ્યા, નેતૃત્વ પરિવર્તનની ચર્ચાએ જોર પકડ્યું, સાંજે 4 વાગે રાજ્યપાલને મળશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-09 16:01:22
  • Views : 224
  • Modified Date : 2021-03-09 16:01:22

    ઉત્તરાખંડમાં નેતૃત્વ પરિવર્તનની ચર્ચાઓએ ઘણું જોર પકડ્યું છે, એવામાં આજે મંગળવારના રોજ CM ત્રિવેન્દ્ર સિંહ રાવત દેહરાદૂનની મુલાકાતે પહોંચ્યા છે. નેતૃત્વ પરિવર્તનની ચર્ચાવિચારણાઓની વચ્ચે CM દેહરાદૂન પહોંચતાં અનેક પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે.

    CM ત્રિવેન્દ્ર સિંહ રાવત સવારના 11 વાગે જોલી ગ્રાન્ટ એરપોર્ટ પર પહોંચ્યા હતા. એ દરમિયાન ભાજપના નેતાઓ અને કાર્યકરોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. તેમના સ્વાગત કરાયા પછી CM ત્રિવેન્દ્ર પોતાના ઘર તરફ જવા માટે નીકળી ગયા હતા. પ્રાપ્ત થતી માહિતી અનુસાર, સાંજના 4 વાગે તેઓ રાજભવનમાં જશે. એવામાં એક બાજુ સીએમ પોતાનું રાજીનામું આપી દેશે એવી ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે. જોકે આ તો માત્ર અટકળો અને ચર્ચાઓ છે, આ વાતની હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી મળી નથી.વળી, દેહરાદૂનમાં આજે મંગળવારના રોજ ભાજપના વિધાયક દળની બેઠક યોજાવાની હતી, એને પણ સ્થગિત કરી દેવાઈ છે. મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે મોડી રાત્રે ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. તેમની વચ્ચે આ બેઠક લગભગ 50 મિનિટ સુધી ચાલી હતી. આ મુલાકાતમાં તેમણે જેપી નડ્ડા સાથે વિવિધ રાજકીય ઘટનાક્રમો પર ચર્ચા-વિચારણાઓ કરી હતી. ઉત્તરાખંડના ભાજપના પ્રભારી દુષ્યંત ગૌતમે કહ્યું હતું કે CM સારું કાર્ય કરી રહ્યા છે. વળી, તેમની વિરૂદ્ધ હજુ સુધી કોઈ પ્રકારના ભ્રષ્ટાચારના આરોપો પણ લાગ્યા નથી, જેથી તેમની કાર્યપ્રણાલી પર આ પ્રકારે સવાલો ઉઠાવવા અયોગ્ય છે.

    આ પ્રકારની ચાર્ચા-વિચારણાને પગલે વિધાયક મુન્ના સિંહ ચૌહાણે પણ CM અને ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાની મુલાકાત પછી તેમને લગતી જે અસંતોષ સંબંધી અફવાઓ ફેલાઈ રહી છે એની ખંડણી કરી હતી. તેમને CMના વિરુદ્ધ કોઈપણ પ્રકારનો અસંતોષ કે મતભેદ નથી એ વાત જણાવી હતી. મુન્ના સિંહ ચૌહાણે જણાવ્યું કે કોઈપણ નીતિગત બાબતોમાં પાર્ટીનું સંસદીય બોર્ડ નિર્ણય લે છે અને એ બોર્ડનો શું નિર્ણય હશે એની સત્તાવાર માહિતી તેમને હજુ સુધી મળી નથી.

    દિલ્હી મુલાકાતના તેમના રોકાણ દરમિયાન મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવત સોમવારે રાજ્યસભાના સાંસદ અને ભાજપના રાષ્ટ્રીય મીડિયા પ્રભારી એવા અનિલ બાલુનીને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને નેતાઓએ તાજેતરના રાજકીય ઘટનાક્રમ પર લગભગ 45 મિનિટ સુધી સલાહ-સૂચનો પર વિચારણા કરી હતી.


Download Our B K News Today App



Related News