ઉત્તર ગુજરાતના 12 તાલુકામાં વરસાદે સદી પૂરી કરી,

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-12 14:38:24
  • Views : 924
  • Modified Date : 2019-09-12 14:38:24

  • સૌથી ઓછો વરસાદ મહેસાણાના વિસનગરમાં 49.06 ટકા થયો
  • મહેસાણામાં 81.58, સાબરકાંઠામાં 95.70, અરવલ્લીમાં 94.54 ટકા વરસાદ
  • પાટણમાં 93.98, બનાસકાંઠામાં 82.83 ટકા વરસાદ
  • જિલ્લાના 10 પૈકી સતલાસણા તાલુકામાં 109.59 ટકા વરસાદ
  •  ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી મળી પાંચ જિલ્લાના 47 તાલુકામાં 9 સપ્ટેમ્બર સુધીમાં થયેલા વરસાદની સ્થિતિ પર નજર કરીએ તો 12 તાલુકામાં એવરેજ 100 ટકાથી વધુ વરસાદ થઇ ચૂક્યો છે. જેમાં સૌથી વધુ હારિજ તાલુકામાં સિઝનમાં 137.28 ટકા વરસાદ થયો છે. તો સૌથી ઓછો મહેસાણાના વિસનગરમાં 49.06 ટકા નોંધાયો છે.

    પાટણના હારિજ, રાધનપુર, સમી અને સિદ્ધપુર એમ ચાર તાલુકા, સાબરકાંઠામાં હિંમતનગર, ખેડબ્રહ્મા અને પોશીના, અરવલ્લી જિલ્લામાં બાયડ, ધનસુરા અને મેઘરજ તેમજ બનાસકાંઠાના થરાદ અને મહેસાણાના સતલાસણામાં અત્યાર સુધીમાં 100 ટકાથી વધુ વરસાદ ખાબક્યો છે. ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ વિસનગરમાં 49.06 ટકા રહ્યો છે. જિલ્લોમાં સૌથી વધુ વરસાદ સાબરકાંઠામાં 95.70 ટકા, અરવલ્લીમાં 94.54 ટકા, પાટણમાં 93.98 ટકા, બનાસકાંઠામાં 82.83 ટકા અને મહેસાણામાં 81.58 ટકા નોંધાયો છે.


    જિલ્લામાં વરસાદની સ્થિતિ

    જિલ્લોવરસાદટકાવારી
    સાબરકાંઠા807 મીમી95.7
    અરવલ્લી815 મીમી94.54
    પાટણ546 મીમી93.98
    બનાસકાંઠા515 મીમી82.83
    મહેસાણા588 મીમી81.58

    આ તાલુકામાં 100 ટકાથી વધુ વરસાદ

    તાલુકોવરસાદ
    હારિજ137.28 ટકા
    રાધનપુર111.03 ટકા
    સમી101.00 ટકા
    સિદ્ધપુર101.91 ટકા
    થરાદ112.88 ટકા
    સતલાસણા109.59 ટકા
    હિંમતનગર109.83 ટકા
    ખેડબ્રહ્મા101.82 ટકા
    પોશીના126.16 ટકા
    બાયડ104.30 ટકા
    ધનસુરા100.40 ટકા
    મેઘરજ100.10 ટકા

    (9 સપ્ટેમ્બરની સ્થિતિએ)

Download Our B K News Today App



Related News