ઉત્તર ગુજરાતમાં બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-14 11:46:25
  • Views : 1359
  • Modified Date : 2019-09-14 11:46:25

મધ્યપ્રદેશમાં લો પ્રેશર સક્રિય થતાં ઉત્તર ગુજરાતમાં બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના ભાવનગર અને બોટાદમાં પણ ભારે વરસાદ પડી શકે છે.

મધ્યપ્રદેશમાં લો પ્રેશર સક્રિય થતા રાજ્યમાં હજુ બે દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. દાહોદ, પંચમહાલ, વલસાડ, ભરૂચ સહિતના વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે છે. શનિવારે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના ભાવનગર અને બોટાદમાં પણ ભારે વરસાદની શક્યતા છે. ભારે વરસાદની આગાહી વચ્ચે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

રાજ્યના 89 તાલુકાઓમાં આજે વરસાદ નોંધાયો છે. સૌથી વધુ દાહોદ અને શહેરામાં છ ઈંચ વરસાદ પડ્યો હતો. નવસારીના ખેરગામમાં પાંચ ઈંચ વરસાદ પડતાં પાણી ઠેર-ઠેર પાણી ભરાયા હતા.

Download Our B K News Today App



Related News