મેઘ તાંડવ : 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-17 12:01:58
  • Views : 775
  • Modified Date : 2019-06-17 12:01:58

વાયુ વાવાઝોડાના કારણે ઉત્તર ગુજરાતમાં હવાનું દબાણ નબળું પડ્યું છે. જેને લઈ હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ, આગામી 48 કલાકમાં ઉ.ગુ.ના કેટલાક વિસ્તારોમાં અસામાન્ય પવન અને ભારે ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ ખાબકશે. તેમજ વરસાદ સાર્વત્રિક રહેશે. રવિવારે મહેસાણા જિલ્લામાં 2થી 5 મીમી સુધી હળવ વરસાદ નોંધાયો હતો. જ્યારે સાબરકાંઠાના ઇડર, બનાસકાંઠાના દિયોદર તેમજ પાટણના પાટણ, ચાણસ્મા અને હારિજ પંથકમાં ઝાપટાં વરસ્યાં હતાં.

દરમિયાન, રવિવારે મહેસાણા શહેર સહિત સમગ્ર જિલ્લામાં દિવસ દરમિયાન વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવો વરસાદ વરસ્યો હતો. વિસનગર અને બહુચરાજીમાં બપોરે ઝાપટાં પડ્યાં હતાં. જ્યારે અન્ય વિસ્તારોમાં સાંજે 6 વાગ્યા સુધી વરસાદી ઝરમર રહી હતી. રવિવારે સવારે 8થી સાંજના 6 વાગ્યા સુધી નોંધાયેલા આંકડા મુજબ, વિસનગરમાં 5, બહુચરાજીમાં 4, ઊંઝા, સતલાસણા, મહેસાણા અને ખેરાલુમાં 2-2 મીમી વરસાદ નોંધાયો હતો. સાંજે ફરી વાદળો ઘેરાતાં વાતાવરણમાં ગરમીનું જોર ઘટતાં લોકોએ રાહત અનુભવી હતી. તો સાબરકાંઠાના ઇડરમાં 6 મીમી વરસાદ નોંધાયો હતો. પાટણ, રાધનપુર અને ચાણસ્મા પંથકમાં બપોરે વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. તો બનાસકાંઠાના દિયોદરમાં 15 મિનિટ સુધી વરસાદ પડતાં નિચાણમાં પાણી ભરાઇ ગયા હતા.

સોમવારની અહિયાં પડશે વરસાદ
બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. તેમજ મહેસાણા સહિત આ ચારેય જિલ્લામાં ઝાપટાંથી લઈ અઢી ઇંચ સુધી વરસાદ વરસવાની શકયતા છે. તો અરવલ્લી જિલ્લામાં છુટાંછવાયાં ઝાપટાં પડી શકે છે.

મંગળવારની અહિયાં પડશે વરસાદ
ઉ.ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની પૂરેપૂરી શકયતા છે. બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે ગાજવીજ સાથે અઢી ઇંચથી લઈ 8 ઇંચ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા હોઈ બંને જિલ્લામાં એલર્ટની સ્થિતિ છે. જ્યારે મહેસાણા, પાટણ અને અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદની શકયતા છે.


Download Our B K News Today App



Related News