હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે સુવર્ણ ચંદ્રક એનાયત સમારોહ સંપન્ન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-15 11:08:52
  • Views : 770
  • Modified Date : 2019-06-15 11:08:52

  પાટણ પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત  યુનિ. માં શુક્રવારના રોજ ગોલ્ડ મેડલ સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં રાજ્યપાલ ઓ. પી. કોહલી અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત વિશ્વ વિદ્યાલય ખાતે સુવર્ણ ચંદ્રક સમારોહમાં  ૪૯ વિઘાર્થીઓને ૬૫ સુવર્ણ ચંદ્રક એનાયત કર્યા હતા. યુવા છાત્રો- વિદ્યાર્થીઓને મેડલ્સ પ્રદાન કરતાં રાજ્યપાલ તેમજ મુખ્યમંત્રીએ યુવા વિદ્યાર્થીઓને જ્ઞાનની પદવી શિક્ષા સાથે સમાજ દાયિત્વની દિક્ષાથી જ જીવન કારકિર્દી સાર્થક કરવાનું પ્રેરક આહવાન કર્યુ હતું. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત  યુનિ. માં સુવર્ણ ચંદ્રક સમારોહ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની કેટલાંય દિવસોની મહેનત આજે ફળી હતી. આ સમારોહમાં ગુજરાતના રાજ્યપાલ ઓ. પી. કોહલી, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તેમજ બનાસડેરીના ચેરમેન અને પૂર્વમંત્રી શંકરભાઇ ચૌધરી સાથે અનેક રાજકિય તેમજ શિક્ષણના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમની હાજરીમાં સુવર્ણ ચંદ્રક સમારોહમાં  ૪૯ વિઘાર્થીઓને ૬૫ સુવર્ણ ચંદ્રક એનાયત કર્યા હતા. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત વિશ્વ વિદ્યાલયમાં વર્ષ ૨૦૧૮ના વિનયન કક્ષાના ૩૦, કોમર્સના ૦૪, વિજ્ઞાનના ૧૭, ઇજનેરીના ૦૧, મેડીસીનના ૦૧, મેનેજમેન્ટના ૦૪, શિક્ષણના ૦૨, કાયદાના ૦૩, કોમ્પ્યુટરના ૦૩ સહિત ૪૯ વિદ્યાર્થીઓને ૬૫ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં ૦૮ વિદ્યાર્થીઓએ ૦૨ અને ૦૪ વિદ્યાર્થીઓએ ૦૪ ચંદ્રક પ્રાપ્ત કર્યા હતા તેમજ કાર્યક્રમમાં ડો.બાબા સાહેબ આંબેડકરની સામાજિક વિચારધારા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.



Download Our B K News Today App



Related News