કોવિડ-19 દરમિયાન ફેસબુક પર મેસેન્જરનો ઉપયોગ 50% વધ્યો, લાઈવ વીડિયોમાં 60%નો ગ્રોથ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-11 15:21:41
  • Views : 271
  • Modified Date : 2020-12-11 15:21:41

    સોશિયલ મીડિયા દિગ્ગજ ફેસબુકનું કહેવું છે કે, તેના પ્લેટફોર્મ પર ભારત સાથે વૈશ્વિક સ્તરે મેસેજિંગ અને લાઈવ વીડિયોના ઉપયોગમાં વધારો થયો છે. કોવિડ-19 મહામારી દરમિયાન અન્ય લોકો સાથે કનેક્ટ રહેવા માટે યુઝર્સે આ ટૂલ્સનો લાભ લીધો. IMC (ઈન્ડિયન મોબાઈલ કોંગ્રેસ) 2020માં ફેસબુક ઈન્ડિયાના ડાયરેક્ટર અને હેડ ઓફ પાર્ટનરશિપ મનીષ ચોપડાએ કહ્યું કે આખી દુનિયામાં લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ પ્રેક્ટિસનું પાલન કરી રહ્યા છે. તેને કારણે ડિજિટલ એન્ગેજમેન્ટમાં વધારો થઈ રહ્યો છે.

    ચોપડાએ કહ્યું કે લોકો અમારી એપ્સનો સૌથી વધારે ઉપયોગ કરી રહ્યા છે. ગ્લોબલી મેસેજિંગમાં 50% અને લાઈવ વીડિયોમાં 60%નો ગ્રોથ થયો છે. ખાસ કરીને ઈન્સ્ટાગ્રામ પર વીડિયો વ્યૂઝમાં સૌથી વધારે વૃદ્ધિ જોવા મળી. ભારતમાં ઈન્સ્ટાગ્રામ પર ક્રિએટ થતાં કન્ટેન્ટ પોસ્ટમાં વીડિયો પોસ્ટનો એક તૃતયાંશ ભાગ છે. ફેસબુક માટે ભારત સૌથી મોટું માર્કેટ છે. આ સિવાય કંપની ફોટો શેરિંગ પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ અને મેસેજિંગ એપ વ્હોટ્સએપનું સંચાલન કરે છે.  ફેસબુક ફેમિલીની તમામ એપ્સના ગ્લોબલી 2.5 બિલિયન ડેઈલી યુઝર્સ છે. આ પ્લેટફોર્મ પર 10 મિલિયન એક્ટિવ એડવર્ટાઈઝર્સ છે. ચોપડાનું કહેવું છે કે ગ્લોબલી 800 મિલિયન એક્ટિવ યુઝર દરરોજ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર લાઈવ વીડિયો સ્ટ્રીમિંગમાં એન્ગેજ રહે છે. આ યુઝર પોતાની ઓડિયન્સથી કનેક્ટ રહેવા માટે વર્કઆઉટ, કન્સર્ટ્સ, ફેથ સર્વિસિસ સહિતની એક્ટિવિટીઝનું આયોજન કરે છે.


Download Our B K News Today App



Related News