ચીનની ચેતવણી વચ્ચે તાઇવાનની સમુદ્રમાં યુએસ યુદ્ધ જહાજ યુએસએસ મિલિયસ જોવા મળ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-04-19 10:42:17
  • Views : 237
  • Modified Date : 2023-04-19 10:42:17


ગત સોમવારે અમેરિકાનું યુદ્ધ જહાજ યુએસએસ મિલિયસ તાઇવાન સામુદ્રધુનીમાં પહોંચ્યું હતું, જેના કારણે ચીન ફરી એકવાર આક્રમક બન્યું હતું. આ યુદ્ધ જહાજ તાઇવાન સામુદ્રધુનીમાં આવ્યા બાદ બંને દેશો વચ્ચે વિવાદ વધી ગયો છે.


અમેરિકા અને ચીન વચ્ચે તાઇવાનને લઇને ચાલી રહેલ તણાવ વધતો દેખાઇ રહ્યો છે. વાસ્તવમાં તાઈવાન સામુદ્રધુનીમાં ફરી એકવાર યુદ્ધનો માહોલ જોવા મળ્યો છે. અને આનું કારણ અમેરિકાના યુદ્ધ જહાજ યુએસએસ મિલિયસનું તાઇવાનમાં આગમન છે. ગત સપ્તાહે અમેરિકી પોરશિપે પણ દક્ષિણ ચીન સાગરમાં પેટ્રોલિંગ કર્યું હતું. જે બાદ ચીને પણ અમેરિકનને કોઈ પણ પ્રકારના દુ:સાહસથી ચેતવ્યા હતા.


તમને જણાવી દઈએ કે ચીન તાઇવાનને સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપવા પર અમેરિકા સહિત ઘણા દેશોને ચેતવણી આપી રહ્યું છે. બીજી તરફ તાઇવાન અમેરિકા સાથે સતત પોતાની નિકટતા વધારી રહ્યું છે. થોડા દિવસો પહેલા તાઇવાનના રાષ્ટ્રપતિ ત્સાઇ ઇંગ-વેન લેટિન અમેરિકન દેશોની મુલાકાત દરમિયાન અમેરિકામાં અમેરિકાના ડેપ્યુટી સ્પીકરને પણ મળ્યા હતા. જે બાદ ચીન તાઇવાન મુદ્દે ધમકીઓ આપી રહ્યું છે.


Download Our B K News Today App



Related News