વટહુકમ પર કોંગ્રેસના વલણથી નારાજ AAPએ બોલાવી PAC બેઠક.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-16 13:21:25
  • Views : 257
  • Modified Date : 2023-07-16 13:21:25

દેશમાં લોકસભાની ચૂંટણીને 1 વર્ષથી પણ ઓછો સમય બાકી છે, ત્યારે તમામ પક્ષોએ ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ કરી દીધી છે. એક તફર NDA નાના પક્ષોને જોડાવામાં વ્યસ્ત છે ત્યારે મહાગઠબંધનની બેઠકની પણ તૈયારીઓ ચાલી રહી છે. આ બધા વચ્ચે વિપક્ષી પાર્ટીઓમાં હજુ પણ પોતાના પક્ષોના જુદા-જુદા મુદ્દાઓ પર વિવાદ ચાલી રહ્યો છે. બે રાજ્યો દિલ્હી અને પંજાબમાં સત્તામાં રહેલી આમ આદમી પાર્ટી વિપક્ષી છાવણીમાં એક મુખ્ય કડી છે, પરંતુ તેની સાથે આવવા માટે પાર્ટીની પોતાની શરતો છે.આમ આદમી પાર્ટી એ શરતે વિપક્ષી જૂથમાં સામેલ થવાની વાત કરી રહી છે કે તમામ વિપક્ષી દળો દિલ્હીમાં કેન્દ્રના વટહુકમ સામે સંસદમાં અવાજ ઉઠાવે. AAP પાર્ટીને વિપક્ષમાં સૌથી મોટી પાર્ટી કોંગ્રેસ તરફથી તેના સાંસદોને ગૃહમાં આ વટહુકમ સામે વિરોધ કરવા માટે સંપૂર્ણ વિશ્વાસની જરૂર છે.કોંગ્રેસ પાર્ટી આ વટહુકમને લઈને બે જૂથોમાં વહેંચાયેલી છે. દિલ્હી કોંગ્રેસનું કહેવું છે કે આમ કરવાથી તેઓ આમ આદમી પાર્ટી સામે સરન્ડર કરવાની સ્થિતિમાં આવી જશે અને રાજ્યમાં પોતાનું અસ્તિત્વ ગુમાવી શકે છે. બીજી તરફ રાષ્ટ્રીય રાજનીતિને જોતા કોંગ્રેસનું કેન્દ્રીય નેતૃત્વએ આ મામલે નરમ વલણ અપનાવ્યું છે.શનિવારે મળેલી કોંગ્રેસની સંસદીય બાબતોની સમિતિની બેઠકમાં પણ આ મુદ્દે ચર્ચા થઈ હતી. આ મુદ્દે વાત કરતા કોંગ્રેસના નેતા જયરામ રમેશે જણાવ્યું હતું કે, ભાજપ દ્વારા ચૂંટાયેલી સરકારોના અધિકારો પર પ્રત્યક્ષ અને પરોક્ષ હુમલા સામે કોંગ્રેસ પક્ષ પોતાનો અવાજ ઉઠાવી રહી છે. તેમણે કહ્યું કે તે આગળ પણ ચાલુ રહેશે. જોકે, તેના પર AAP ને પૂરો વિશ્વાસ નથી. એટલા માટે આમ આદમી પાર્ટીએ આજે ​​સાંજે 4:00 વાગ્યે પાર્ટીની સંસદીય બાબતોની સમિતિ (PAC)ની બેઠક બોલાવી છે.મહાગઠબંધનમાં જોડાયેલી તમામ પાર્ટીઓની બીજી બેઠક બેંગલુરુમાં યોજાવાની છે, તે પહેલા આમ આદમી પાર્ટીની PAC બેઠક ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ બેઠકમાં હાજરી આપશે. કહેવામાં આવી રહ્યું છે કે, આમ આદમી પાર્ટીની મોટા નેતા આ વટહુકમ પર કોંગ્રેસના સ્ટેન્ડથી નારાજ છે. તેથી AAP પીએસીની બેઠક દરમિયાન બેંગલુરુમાં યોજાનારી વિપક્ષી પાર્ટીઓની બેઠકમાં ભાગ ન લેવાનો નિર્ણય લઈ શકે છે.

Download Our B K News Today App



Related News