સૌરાષ્ટ્ર-કચ્છના 3688 ઉમેદવારો રાજકોટના 14 કેન્દ્રો પર UPSC પરીક્ષા આપવા પહોંચ્યા, એક બ્લોકમાં 24 ઉમેદવારને બેસાડાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-04 11:53:56
  • Views : 340
  • Modified Date : 2020-10-04 11:53:56

     IAS-IPS થવા માટેની UPSCની પરીક્ષા આજે રવિવારે સમગ્ર દેશમાં લેવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ શહેરમાં 14 કેન્દ્રમાં પરીક્ષામાં બેસનારા ઉમેદવારો પરીક્ષાની 20 મિનિટ પહેલા કેન્દ્રમાં પ્રવેશ મેળવ્યો હતો. બાદમાં ઉમેદવારને પ્રવેશ આપવામાં આવ્યો નહોતો. રાજકોટ જિલ્લા અધિક કલેક્ટર પરિમલ પંડ્યાએ જણાવ્યું હતું કે, રાજકોટ કેન્દ્રમાં સૌરાષ્ટ્ર-કચ્છના 3688 ઉમેદવાર નોંધાયા છે અને તેમના માટે 14 બિલ્ડિંગમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેમજ દરેક બ્લોકમાં વધુમાં વધુ 24 ઉમેદવારને બેસાડવામાં આવ્યા છે.

પરીક્ષાનો સમય સવારના 9.30થી 11.30 અને બપોરે 2.30થી 4.30 વાગ્યા સુધીનો
દરેક પરીક્ષા કેન્દ્ર પર ઉમેદવારનું ટેમ્પરેચર માપ્યા બાદ જ પ્રવેશ આપવામાં આવ્યો હતો. જે ઉમેદવારનું ટેમ્પરેચર વધુ આવશે તેના માટે દરકે કેન્દ્ર પર 2-2 બ્લોક અલગ-અલગ રાખવામાં આવ્યા છે. પરીક્ષા કેન્દ્રમાં મોબાઇલ, કેલ્ક્યુલેટર કે અન્ય ઇલેક્ટ્રિક ગેઝેટ લઇ જવા પર પાબંદી ફરમાવવામાં આવી છે. પેપરનો સમય સવારે 9.30 થી 11.30 અને બપોરે 2.30 થી 4.30 છે. આથી સવારે 8.30 વાગ્યે ઉમેદવારોને કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.

મનપાએ ગઈકાલે જ તમામ પરીક્ષા કેન્દ્રો સેનિટાઈઝ કર્યા હતા
બપોરે 1.30 વાગ્યે ઉમેદવારને કેન્દ્રમાં પ્રવેશ શરૂ કરાશે. પરીક્ષા માટે UPSC દિલ્હીના ઓબ્ઝર્વર પરમિંદરસિંઘને મુકાયા છે. તેમજ ચાર પ્રાંત અધિકારીની ફ્લાઇંગ સ્ક્વોડ બનાવવામાં આવી છે. શનિવારે મહાનગરપાલિકાએ તમામ પરીક્ષા કેન્દ્રો સેનિટાઇઝ કરી દીધા હતા અને તમામ કેન્દ્રો પર કોવિડ-19ના તમામ નિયમો પાળવામાં આવ્યા છે.

Download Our B K News Today App



Related News