ગુજરાત લઠ્ઠાકાંડ મુદ્દે સંસદમાં હોબાળો: AAPના સાંસદ પર થઈ કાર્યવાહી, એક અઠવાડીયા માટે સસ્પેન્ડ થયાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-27 13:57:46
  • Views : 243
  • Modified Date : 2022-07-27 13:57:46

ગુજરાત લઠ્ઠાકાંડ મુદ્દે સંસદમાં હોબાળો: AAPના સાંસદ પર થઈ કાર્યવાહી, એક અઠવાડીયા માટે સસ્પેન્ડ થયાં

આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહને રાજ્યસભામાંથી એક અઠવાડીયા માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તેમણે પેપર ફાડીને, ચેરમેની ખુરશી તરફ ફેંકવાના આરોપમાં સસ્પેન્ડ કરી દેવામા આવ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યસભામાંથી 20 જેટલા સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અને લોકસભામાંથી કોંગ્રેસના ચાર સાંસદોને સસ્પેન્ડ કર્યા છે. સંજય સિંહે સસ્પેન્શન વિરુદ્ધ ટ્વિટર પર પોસ્ટ કરી છે અને તેમાં તેમણે લખ્યું છે કે, મને મોદીજીએ ભલે સસ્પેન્ડ કરાવી દીધા હોય, પણ ગુજરાતમાં ઝેરી દારૂના કારણે 55 મોતનો જવાબ માગતો રહીશ, લડતો રહીશ, હાલમાં હું સદનમાં જ છું.

રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેન હરિવંશ નારાયણ સિંહે કહ્યું કે, સંજય સિંહ વેલમાં આવ્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમણે એવું પણ કહ્યું કે, સંજય સિંહે પેપર ફાડ્યા અને તેને સીટ પર ઉછાળ્યા હતા, જે સીટની અવહેલના છે. તેના તુરંત બાદ સંજય સિંહ વિરુદ્ધ એક મોશન વોયસ વોટની સાથે પસાર કરવામાં આવ્યું અને તેમને પરિસરમાંથી બહાર કરી દેવામાં આવ્યા હતા. 

સંજય સિંહે આવા 20માં સાંસદ છે, જેમને એક અઠવાડીયા માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જે રાજ્યસભામાં અત્યાર સુધીની મોટી કાર્યવાહી છે. આ અગાઉ ગત વર્ષે નવેમ્બર મહિનામાં સત્રમાં કૃષિ કાયદાના વિરોધમાં 12 વિપક્ષી સાંસદોને આખા સત્ર માટે રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. 

તો વળી મંગળવારે વેલમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા 19 સાંસદોને ડેપ્યુટી ચેરમેન હરિવંશ નારાયણ સિંહે વેલ છોડવાની સલાહ આપી હતી, પણ તેઓ સતત પ્રદર્શન કરી રહ્યા હતા. બાદમાં સંસદી બાબતોના રાજ્યમંત્રી વી. મુરલીધરણે તેમના વિરુદ્ધ એક મોશન રજૂ કર્યું અને વોયસ વોટ સાથે તેને પસાર કર્યું હતું. 

 

 

Download Our B K News Today App



Related News