રાજકોટના ધોરાજીમાં કમોસમી વરસાદે વિનાશ વેર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-05-18 15:48:01
  • Views : 97
  • Modified Date : 2024-05-18 15:48:01

રાજકોટના ધોરાજીમાં કમોસમી વરસાદે વિનાશ વેર્યો છે. કમોસમી વરસાદના કારણે ઉનાળુ પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયુ છે. વરસાદથી તલ, બાજરી, જુવાર અને મકાઈ સહિતના ઉભા પાકને નુકસાન થયુ છે. તલના લીધેલા પાકને વરસાદ પડી જવાથી તલને ભારે નુકસાન થયુ છે. માવઠાના મારના પગલે ધોરાજીના ખેડૂતો પર આભ ફાટ્યા સમાન સ્થિતિ સર્જાઈ છે.બીજી તરફ ભારે વરસાદના પગલે સુરેન્દ્રનગર જિલ્લાના ખારાઘોડા અને નાગબાઈ રણ વિસ્તારમાં મીઠું પકવતા અગરીયાઓને ભારે નુકસાન થયું છે.મીઠું પકવવા નાખેલી સોલાર પેનલોને પવનના કારણે ઉડી અને તૂટતા લાખોનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. આ તરફ સુરેન્દ્રનગરમાં પણ ભારે પવનના કારણે પાકને નુકસના થયુ છે.

Download Our B K News Today App



Related News