મહેસાણા જિલ્લાના બહુચરાજી, ઊંઝા, જોટાણા સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-02 17:32:44
  • Views : 101
  • Modified Date : 2024-03-02 17:32:44

મહેસાણા જિલ્લામાં કમોસમી વરસાદ નોંધાયો છે. ઊંઝા અને જોટાણામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. યાત્રાધામ બહુચરાજીમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો. બહુચરાજીમાં પણ ગાજવીજ સાથે વરસાદ નોંધાયો હતો. કરા સાથે વરસાદને લઈ ખેડૂતોની ચિંતા વધી હતી અને જીરુ, વરીયાળી અને અજમા સહિતના પાકમાં નુક્સાનની ભીતિ સેવાઈ રહી છે.યાત્રાધામ બહુચરાજી અને તેની આસપાસના વિસ્તારમાં કરા વરસ્યા હતા. કરા વરસવાને લઈ ખેડૂતોના જીવ ઉંચા થઈ ચૂક્યા છે. છેલ્લા ત્રણ ચાર માસથી કરેલી મહેનત પર પાણી ફરી વળવા સમાન કમોસમી વરસાદ વરસ્યો છે.

Download Our B K News Today App



Related News