બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં કમોસમી વરસાદ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-02-01 16:57:09
  • Views : 72
  • Modified Date : 2024-02-01 16:57:09

બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી. ધાનેરા, દાંતીવાડા અને પાલનપુરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. અચાનક વાતાવરણમાં પલટો થતા ખેડૂતો ચિંતામાં વ્યાપી જવા પામી હતી. વરસાદના કારણે રાયડો, ઈસબગુલ,  એરંડા, બટાકા સહિતના પાકમાં નુકસાનની ભીતિ જોવા મળી હતી. દ્વારકાના વાતાવરણમાં એકાએક પલ્ટો આવવા પામ્યો હતો. ભાટીયા-દ્વારકા હાઈવે વચ્ચે માવઠાની અસર જોવા મળી હતી. હાઈવે પરના રસ્તાઓ માવઠાથી ભીના થયા હતા. ભાટીયા થી ઓખા-મઢી વચ્ચે માવઠાની અસર થવા પામી હતી. માવઠાને પગલે ખેડૂતોનો જીવ પડીકે બંધાઈ જવા પામ્યો હતો. ત્યારે માવઠું થતા ખેતરમાં ઉભા પાકને નુકસાનીને લઈ ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું. સમગ્ર વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. રાજ્યવાસીને હવે ઠંડી માંથી મળશે રાહત. જીહા હવામાન વિભાગે ઠંડીને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આજે  3 થી 4 ડિગ્રી તાપમાન વધતા ઠંડીમાં રાહત મળશે. જોકે ગરમીનો લોકોને  અહેસાસ થશે. વેસ્ટર્ન ડીટર્બન્સ સક્રિય થતાં તાપમાન ઉંચકાશે આ બદલાવની આગાહી કરાઈ છે. 

 

Download Our B K News Today App



Related News