યાત્રાધામ શામળાજી સહિત અરવલ્લી અને સાબરકાંઠામાં કમોસમી વરસાદ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-02 14:26:01
  • Views : 70
  • Modified Date : 2024-03-02 14:26:01

શનિવારે વહેલી સવારથી જ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાઇ ગયા હતા. જેને લઈ ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. વહેલી સવારથી જ વાદળોથી ઘેરાયેલું વાતાવરણ સર્જાયુ હતુ, આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદના છાંટા વરસ્યા હતા. અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં સામાન્ય માવઠાના છાંટા વરસ્યા હતા. યાત્રાધામ શામળાજી સહિત આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. માવઠાને લઈ ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો.હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતોએ માર્ચ મહિનાની શરુઆતે જ કમોસમી વરસાદ વરસવાની આગાહી કરી હતી. માવઠાની આગાહીને પગલે ખેડૂતોને પહેલાથી જ આગોતરી જાણકારી કરવામાં આવી હતી. તૈયાર પાક પલળે નહીં એ માટે સલામત સ્થળે ખસેડી લેવા માટે પણ અપીલ કરવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News