ખંભાળિયા પંથકમાં કમોસમી વરસાદ પડ્યો, રસ્તા પર ઠેર -ઠેર પાણી ભરાયા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-02 14:03:49
  • Views : 65
  • Modified Date : 2024-03-02 14:03:49

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે આજે વહેલી સવારથી  દેવભૂમિદ્વારકા પંથકમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં આજે કમોસમી વરસાદ ખાબક્યો છે. માવઠું પડતા રસ્તા પર ઠેર – ઠેર પાણી ભરાયા છે. મિશ્ર ઋતુને પગલે રોગચાળા ફેલાય તેવો ભય રહે છે. કમોસમી વરસાદના પગલે ખેડૂતાના પાકને નુકસાન થાય તેવી સંભાવના છે.બીજી તરફ આજે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. બનાસકાંઠાના વાવ, થરાદ અને લાખણી તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો છે. લાખણીના કુડા, કોટડા, ડેરા તેમજ આસપાસના ગામોમાં છૂટા છવાયો કમોસમી વરસાદ પડ્યો છે. રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. જીરું,ઘઉં અને વરિયાળીના પાકને નુકસાન થવાની આશંકા છે. તૈયાર પાકની લણણી સમયે માવઠું થતા ખેડૂતોને ભારે નુકસાન થાય તેવી સંભાવના છે.

Download Our B K News Today App



Related News