રાજકોટ પંથકમાં કમોસમી વરસાદ, શિયાળુ પાકને નુકસાનની ભીતિ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-02 13:56:09
  • Views : 72
  • Modified Date : 2024-03-02 13:56:09

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજકોટમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે. રાજકોટ જિલ્લાના પડધરી અને આજુબાજુના ગામોમાં માવઠું થવાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.  કમોસમી વરસાદ પડતા શિયાળું પાકને નુકસાનની ભીતિ છે.બીજી તરફ આજે વહેલી સવારથી  દેવભૂમિદ્વારકા પંથકમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં આજે કમોસમી વરસાદ ખાબક્યો છે. માવઠું પડતા રસ્તા પર ઠેર – ઠેર પાણી ભરાયા છે. મિશ્ર ઋતુને પગલે રોગચાળા ફેલાય તેવો ભય રહે છે. કમોસમી વરસાદના પગલે ખેડૂતાના પાકને નુકસાન થાય તેવી સંભાવના છે.બીજી તરફ આજે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. બનાસકાંઠાના વાવ, થરાદ અને લાખણી તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો છે. લાખણીના કુડા, કોટડા, ડેરા તેમજ આસપાસના ગામોમાં છૂટા છવાયો કમોસમી વરસાદ પડ્યો છે.

Download Our B K News Today App



Related News