યાત્રાધામ અંબાજી સહિત બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-02 14:39:24
  • Views : 67
  • Modified Date : 2024-03-02 14:39:24

બનાસકાંઠા જિલ્લામાં અનેક વિસ્તારોમાં હવામાન વિભાગની આગાહી મુજબ શનિવારે વહેલી સવારથી જ કમોસમી વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદના ઝાપટાને લઈ ખેડૂતોમાં પણ ચિંતા વ્યાપી ગઈ હતી. ખેડૂતોને એરંડા, રાયડો, જીરું, ઇસબગુલ, વરીયાળી અને બટાકાના પાકમાં નુક્સાનની ભીતી સતાવવા લાગી છે.યાત્રાધામ અંબાજી અને તેની આસપાસના વિસ્તારમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. અંબાજીના ચાચર ચોકમાં શ્રદ્ધાળુઓ પણ કમોસમી વરસાદને લઈ ભીંજાઇ ગયા હતા. અંબાજી ઉપરાંત, ઇકબાલગઢ અને અમીરગઢ તેમજ દાંતા પંથકમાં પણ કમોસમી વરસાદ નોંધાયો હતો. ખેડૂતોને માટે મહેનત પર કમોસમી માવઠાના પાણી ફરી વળવા સમાન ચિંતા વ્યાપી હતી.

Download Our B K News Today App



Related News