માર્કેટ યાર્ડ બંધનો સિલસિલોઃ હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહીના પગલે એક પછી એક માર્કેટ યાર્ડ બંધ થઈ રહ્યા છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-03-03 18:00:44
  • Views : 422
  • Modified Date : 2023-03-03 18:00:44

હવામાન વિભાગે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરતા ખેડૂતોની ચિંતા વધી છે. માવઠાની આગાહીથી કેરી, ઘઉં અને કપાસના પાકને અસર થવાની ભીતિ છે. વરસાદને લઇ ભાવનગર માર્કેટિંગ યાર્ડ એક સપ્તાહ માટે બંધ રહેશે. તો બીજી બાજુ માવઠાની આગાહીથી જામનગર જણસીની  આવક તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવી.

 

ગુજરાતમાં માવઠાની આગાહી

રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી તારીખ 5, 6 અને 7 માર્ચના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં કમોસમી વરસાદ થઈ શકે છે. 6 અને 7 તારીખે સુરત, નવસારી, વલસાડમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 5 તારીખે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. જો તાપમાનની વાત કરવામાં આવે તો અમદાવાદ અને ગાંધીનગરમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે સુરેન્દ્રનગરમાં પણ સૌથી વધુ 38 ડિગ્રી તાપમાન છે. અમદાવાદ શહેરમાં આગામી બે દિવસ વાદળછાયું વાતાવરણ રહી શકે છે.

 

ભાવનગર માર્કેટ યાર્ડ અઠવાડિયા સુધી બંધ

હવામાન વિભાગની આગાહીને પગલે ભાવનગર માર્કેટિંગ યાર્ડે અગમચેતી બન્યું છે. કમોસમી વરસાદ લઇ માર્કેટિંગ યાર્ડ એક સપ્તાહ માટે બંધ રહેશે. આગાહીને લઇ યાર્ડમાં માલ સુરક્ષિત સ્થળે ખસેડવાની પણ કામગીરી હાથ ધરવામાં આવી છે. યાર્ડના રાજસ્થાનના શ્રમિકો હોળીના પર્વ નિમિત્તે વતન જશે. હોળીના પર્વને ધ્યાનમાં લઇને પણ માર્કેટિંગ યાર્ડ બંધ રાખવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે. યાર્ડમાં તમામ પ્રકારની જણસી લાવવા પર પ્રતિબંધ મુકાયો છે.

રાજ્યમાં માવઠાની આગાહીને લઇ ખેડૂતો ચિંતામાં

હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવાના આવતા હવે કેરી, ઘઉં અને કપાસના પાકને અસર થવાની ભીતિ ઊભી થઈ છે. અરવલ્લી પથંકમાં કમોસમી વરસાદની આગાહીને લઈ તંત્ર એલર્ટ બન્યું છે. તા.4 થી 6 માર્ચ બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જિલ્લા રજિસ્ટ્રારે તમામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સેક્રેટરી અને ચેરમેનને સાવચેતી રાખવાની જાણ કરાઈ છે. માર્કેટયાર્ડમાં આવેલા પાકને સચેતસ્થળે ખસેડવા સૂચના જારી કરાઈ છે.જિલ્લા રજિસ્ટ્રારે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓને પત્ર લખી જાણ કરી છે.

 

વરસાદની આગાહીને લઈ તંત્ર એક્શનમાં

સુરત જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીને લઈ તંત્ર એક્શનમાં આવી છે અને આગાહીના પગલે અગમચેતી તૈયારી બતાવી છે. 5 અને 6 માર્ચના રોજ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી ત્યારે કમોસમી વરસાદની આગાહીને લઈ તંત્ર એલર્ટ થયું છે ત્યારે તંત્ર દ્વારા ખેડૂતોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે. ખેતરમાં કાપણી કરેલા પાકો સલામત સ્થળે ખસેડવા અપીલ કરાઈ છે. ખેડૂતોનો પાક બગડે નહી તે માટે તંત્ર દ્વારા જરૂરી સૂચનો કરાયાં છે.

Download Our B K News Today App



Related News