અજાણી મહિલાએ MNCU વોર્ડમાંથી બાળકનું કર્યું અપહરણ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-25 15:04:51
  • Views : 91
  • Modified Date : 2023-06-25 15:04:51

 સુરતની વરાછા પોલીસે અપહ્યત બાળકને અપહરણકારની ચુંગાલમાંથી મુક્ત કરાવ્યું છે. અને અપહરણ કરનાર અજાણી મહિલાની અટકાયત કરી છે. ગઈકાલે સ્મીમેર હોસ્પિટલમાંથી બાળકનું અપહરણ થયું હતું. અજાણી મહિલાને હતું કે કોઈને ખબર નહીં પડે પરંતુ પોલીસે CCTV ફૂટેજના આધારે ગણતરીના કલાકોમાં જ તેને ઝડપી પાડી છે.સમગ્ર ઘટનાની વાત કરીએ તો, સ્મીમેર હોસ્પિટલમાં મહિલા પ્રસૂતિ માટે આવી હતી. આ પહેલા તેને એક બાળક હતું. જેની ઉંમર ચાર વર્ષ છે. ગર્ભવતી મહિલાએ પુત્રને જન્મ આપ્યો હતો. તે સમયે પરિવાર સાથે હોસ્પિટલમાં આવેલા પ્રથમ બાળકનું અજાણી મહિલા ઉઠાવીને લઈ ગઈ હતી.મહિલાએ MNCU વોર્ડમાંથી બાળકનું અપહરણ કર્યું હતું. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. જેમાં જોઈ શકાય છે કે મહિલા હોસ્પિટલમાંથી ચોરી-છૂપે બાળકનું અપહરણ કરીને લઈ જાય છે. હોસ્પિટલની બહાર તેને કોઈ જોઈ ન જાય તે માટે પલ્લુમાં છૂપાવીને રિક્ષામાં બેસી જાય છે. ત્યારબાદ અન્ય એક CCTVમાં જોઈ શકાય છે કે મહિલા બાળકને કોઈ મકાનમાં લઈ જાય છે.

 

Download Our B K News Today App



Related News