ઊંઝા ઉમિયાનગરમાં છાત્રોનું સ્પેસ સાયન્સ પ્રદર્શન યોજાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-27 14:59:35
  • Views : 610
  • Modified Date : 2019-11-27 14:59:35

ઊંઝામાં જગતજનની મા ઉમિયાના આંગણે આગામી તા18 થી 22 ડિસેમ્બર દરમિયાન યોજાનારા લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવમાં ઇસરો અને ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનૉલોજી દ્વારા  બાળકો અને યુવાનોમાં રોકેટ સાયન્સ, સેટેલાઈટ, સ્પેસ સાયન્સ,ચંદ્રયાન વિગેરેની રૂચી વધે અને તેવા ક્ષેત્રોમાં કેરિયર શરૂ કરી શકે એવી પ્રેરણા મળે તવા હેતુસર મહાયજ્ઞ સ્થળની બાજુમાં તૈયાર થનાર વિશાળ ડોમમાં પ્રદર્શન દ્વારા માહિતગાર કરવામાં આવશે.જેમાં પ્રોજેકટ ચેરમેન તરીકે એમ.એસ.પટેલની આગેવાની હેઠળ  તૈયારી ચાલી રહી છે. જેમાં ઇસરો અને સાયન્સ સિટી વિશેષતામાં નવીન છોડાયેલા યાનની ટીમ વૈજ્ઞાનિક સાથે વિદ્યાર્થીઓની મુલાકાત અને  સંદર્ભ વિષય ઉપર ચર્ચા થશે.આ સાથે વિવિધ પ્રદર્શન અને સેમિનારો યોજાશે. જેમાં સરકારના મહત્વના પ્રોજેકટ સ્ટાર્ટ અપ ઈન્ડિયા, સ્ટેન્ડ અપ ઈન્ડિયા, પુન:પ્રાપ્ય ઊર્જાસ્ત્રોત્ર, જળશક્તિ અભિયાનની માહિતી આપવામાં આવશે. આમ વિવિધ સાંસ્ક્રૃતિક કાર્યક્રમો, બાળનગરી, શૈક્ષણિક સેમિનાર, કેરિયર ગાઈડન્સ સેમિનાર, રોજગારલક્ષી માહિતી, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના વિશે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન, કૃષિ આધારિત સંશોધનો અને આધુનિક પદ્ધતિથી ખેતી અંગે કિસાનોને માર્ગદર્શન અપાશે. વિશેષમાં ગ્રામસભાના ચોરાનું પણ આયોજન કરાશે, જ્યાં પ્રજાને મૂંઝવતા પ્રશ્નોનું ચોરા ઉપર નિરાકરણ ગામડાની પદ્ધતિ દ્વારા લાવવામાં આવશે. 

Download Our B K News Today App



Related News