અગ્રગણ્ય આગેવાનોની ઉપસ્થિતિમાં ઊંઝા ખાતે ભાજપ ચૂંટણી કાર્યાલય ખુલ્લું મુકાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-07 08:47:47
  • Views : 510
  • Modified Date : 2019-04-07 08:47:47

આગામી તારીખ ર૩/૪/ર૦૧૯ ના રોજ યોજાનાર લોકસભાની અને ઊંઝા વિધાનસભાની પેટાચૂંટણી અનુસંધાને ઊંઝા ખાતે લોકસભાના ઉમેદવાર શારદાબેન પટેલ અને
વિધાનસભાના ઊંઝા બેઠકના ઉમેદવાર આશાબેન પટેલના ચૂંટણી કાર્યાલયનું ઉદ્દઘાટન પ્રદેશ ભાજપ મહામંત્રી કે.સી.પટેલ, જીઆઈડીસીના ચેરમેન બલવંતસિંહ રાજપૂત, વિસનગરના ધારાસભ્ય  ઋષિકેશભાઈ પટેલ, જગદીશભાઈ પટેલ તાલુકા અને જિલ્લાના ભાજપના
આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.


આ પ્રસંગે ઉદ્દબોધન કરતા કે.સી.પટેલ તથા બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારોએ પ્રજાલક્ષી અનેક વિકાસના કાર્યો કર્યા છે,  માટે ગુજરાતમાં લોકસભાની તમામે તમામ ર૬ બેઠકો અને વિધાનસભાની યોજાઈ રહેલ પેટા ચૂંટણીઓમાં તમામ બેઠક ઉપર ભાજપનો જ વિજય થશે. આજે કાર્યાલયના ઉદ્‌ઘાટન પ્રસંગે વિધાનસભા વિસ્તાર માંથી મોટી સંખ્યામાં ભારતીય જનતા પક્ષના કાર્યકરો ઉમટી પડ્યા હતાં.


Download Our B K News Today App



Related News