ઊંઝામાં રૂડો અવસરીયો દિપાવવા યજમાનો તૈયાર, કંઈ તારીખે કયા રાજકીય નેતાઓ જાણો લિસ્ટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-17 14:48:56
  • Views : 639
  • Modified Date : 2019-12-17 14:48:56

ઊંઝા ખાતેના ઉમિયા ધામ શ્રી ઉમિયા માતાજી સંસ્થાન દ્ધારા આયોજિત ઐતિહાસિક લક્ષચંડી મહાયજ્ઞનો આવતીકાલ બુધવારથી શુભારંભ થશે. સમગ્ર બ્રહ્માંડમાં મહાભારતના કાળ દરમિયાન થયેલા અશ્વમેઘ યજ્ઞ બાદનો આ સૌથી મોટો મહાયજ્ઞ માનવમાં આવી રહ્યો છે જે બુધવારથી શરૂ થઈ રવિવાર સુધી ચાલનાર આ પાંચ દિવસીય લક્ષચંડી મહાયજ્ઞા દ્ધારા મહા ઈતિહાસ રચાશે. અગાઉ વર્ષ 1976માં ઊજવાયેલ 18મો શતાબ્દી મહોત્સવ, વર્ષ 2009માં ઊજવવામાં આવેલ રજત જ્યંતિ મહોત્સવ બાદ મા ઉમિયાના ધામમાં આ ત્રીજો મહા પર્વ ઉજવાઈ રહ્યો છે જેમાં 50 લાખથી વધુ શ્રદ્ધાળુઓ માં ઉમિયાને ધામે પધારશે તેને ધ્યાને લઈને સમગ્ર આયોજનને ઓપ આપવામાં આવ્યો છે.

ઊંઝાના ઐતિહાસિક લક્ષચંડી મહાયજ્ઞમાં વિવિધ સમાજ ઉપરાંત રાજકીય અગ્રણીઓને પણ આમંત્રણ મોકલાયું છે. પાટીદાર આગેવાનોનો દાવો છે કે, આ કાર્યક્રમ ધાર્મિક અને સામાજિક છે, પણ સમાજને મદદ કરનાર તમામ લોકોને આમંત્રણ અપાયું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 19 ડિસેમ્બરે હાજર રહેશે.

–– ADVERTISEMENT ––
આ ઉપરાંત 21 ડિસેમ્બરે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને બિહારના મુખ્યમંત્રી નિતીશકુમાર પણ હાજર રહેશે. સમાજના યુવાનોના વિરોધને લઇને પણ આગેવાનોએ સરકારને જાણ કરી છે. સમાજના યુવાઓના મન કેટલીક બાબતોને લઇને દુખી છે, ત્યારે આ બાબતે પણ ઝડપથી ઉકેલ આવે તે માટે આગેવાનોએ સરકારમાં રજૂઆત કરી છે. સાથે જ આ ભવ્ય આયોજનથી રાજ્યમાં પાટીદારોના રાજકીય પ્રભુત્વની ચર્ચાએ પણ ફરી જોર પકડ્યું છે.

બુધવારથી શરૂ થનારા માં ઉમિયાના લક્ષચંડી મહાયજ્ઞાની તમામ તૈયારીઓને સમયસર રીતે પૂર્ણ કરી દેવામાં આવી છે અને હાલમાં સમગ્ર ઊંઝા આવનાર 50 લાખથી વધુ માં ઉમિયાના ભક્તોને આવકારવા થનગનાટ કરી રહ્યું છે અને સમગ્ર શહેરને સોળે કળાએ શણગારી દેવામાં આવતાં હવે લક્ષચંડી મહાયજ્ઞા શરૂ થાય તેની ઘડીઓ ગણાઈ રહી છે. અત્રે નોંધનીય છે કે, 10 લાખ પાટીદારો સહિત 20 દેશોમાં મા ઉમાનું તેડું મોકલાયું અપાયું છે.

ઊંઝા ઉમિયાધામ ખાતે લક્ષચંડી મહાયજ્ઞા માટે જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓની એક બેઠક મળી હતી. જેમાં આરોગ્યને લગતી તમામ સુવિધાઓ ર૪ કલાક મળી રહે તે માટે મહાયજ્ઞાના રપ કિ.મી.ના અંતરે હોસ્પિટલને સુવિધા આપવા બાબત ઉપર ભાર મુકાયો હતો.

યજ્ઞમાં કયા રાજકીય આગેવાનો ક્યારે હાજર રહેશે

18 ડિસેમ્બર
મુખ્યમંત્રી વિજય રૂપાણી, કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી, સરકારના મંત્રીઓ આર સી ફળદુ, કૌશિક પટેલ, સૌરભ પટેલ, જયેશ રાદડીયા

19 ડિસેમ્બર
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, મંત્રીઓ કૌશીક પટેલ, સૌરભ પટેલ, પ્રદિપસિંહ જાડેજા

20 ડિસેમ્બર
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, દમણ દીવસંઘ પ્રશાસક પ્રફૂલ પટેલ, મંત્રીઓ ગણપત વસાવા, દિલીપ ઠાકોર, ઇશ્વર પરમાર, કુંવરજી બાવળીયા, જયદ્રથસિંહ પરમાર, કિશોર કાનાણી, દંડક પંકજ દેસાઇ

21 ડિસેમ્બર
બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમાર, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, મંત્રીઓ ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, જવાહર ચાવડા, બચુભાઇ ખાબડ, વાસણ આહિર, વિભાવરીબેન દવે, રમણ પાટકર, યોગેશ પટેલ

22 ડિસેમ્બર
રાજ્યપાલ આનંદીબેન પટેલ, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, વિપક્ષ નેતા પરેશ ધાનાણી, મંત્રીઓ ઇશ્વરસિંહ પટેલ, ધર્મેન્દ્રસિંહ જાડેજા

Download Our B K News Today App



Related News