યુનિવર્સિટી ખાતે સેલ્ફ ડીફેન્સ તાલીમનું આયોજન કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-29 16:58:39
  • Views : 430
  • Modified Date : 2020-01-29 16:58:39

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા કેમ્પસમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓનો સેકસ્યુઅલ હેરેસ મેન્ટ (જાતીય સતામણી)ની ફરિયાદ માટે યુનિ.ના વિવિધ વિભાગોના અધ્યાપિકા બહેનો અને વિદ્યાર્થીનીઓની કમિટિની સ્થાપના કરવામાં આવેલ છે. તે અંતર્ગત તા. ૨૭-૦૧-૨૦૨૦ થી તા. ૩૧-૦૧-૨૦૨૦ સુધી વિદ્યાર્થીનીઓને સેલ્ફ ડીફેન્સ (કરાટે)ની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ૨૭૫ વિદ્યાર્થીનીઓએ તેઓની નોંધણી કરાવી ભાગ લીધેલ છે. સી.એ.એસ.એચ. (કમિટિ અગેઈન્સ્ટ સેકસ્યુઅલ હેરેસમેન્ટ) ના ચેરપર્સન ડો.સંગીતા શર્મા, સેક્રેટરી ડો. સ્મીતા વ્યાસ, ડો. રિÂધ્ધ અગ્રવાલ, ડો. ઈલા પટેલ, નીપા ચૌહાણ, ડો. સપના પટેલ, મેઘનાબેન પટેલ, ડો. પ્રિયંકા પટેલ, ધરા પટેલ, નિલમ પટેલે ઉપÂસ્થત રહી બહેનોના સ્વબચાવની આ તાલીમની ઉમંગ અને ઉત્સાહ સાથે શરૂઆત કરાવી હતી. સીએએસએચ (મહિલા સેલ) કમિટિ દ્વારા યુનિવર્સિટી કેમ્પસમાં વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરી વિદ્યાર્થીનીઓમાં જાતીય સતામણી અંગેની જાગૃત્તતા લાવવા પુરજાશ પ્રયત્નો હરહંમેશ કરવામાં આવતા હોય છે. 


Download Our B K News Today App



Related News