બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર, પાલનપુરમાં પોણા બે ઇંચ ખાબક્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-09-12 15:29:07
  • Views : 464
  • Modified Date : 2022-09-12 15:29:07


જિલ્લામાં સાર્વત્રિક વરસાદની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં અમીરગઢમાં 06 મિમી, કાંકરેજમાં 04 મિમી, ડીસામાં 26 મિમી, થરાદમાં 18 મિમી, દાંતામાં 04 દાંતીવાડામાં 02 મિમી, દિયોદરમાં 25 મિમી, ધાનેરામાં 27 પાલનપુરમાં 39 મિમી, ભાભરમાં 08 મિમી, લાખણીમાં 31 મિમી, વડગામમાં 11 મિમી, વાવમાં 03 અને સુઇગામમાં 06 મિમી વરસાદ નોંધાયો છે.


હવામાન વિભાગની આગાહી પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે. છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદના કારણે જિલ્લાના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. લાંબા વિરામ બાદ વરસાદ પડતા ખેડૂતોના મુરઝાતા પાકોને જીવનદાન મળ્યું છે, જેને લઈ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં 39 મિમી એટલે કે પોણા બે ઇંચ વરસાદ પડતાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા.


બનાસકાંઠા જિલ્લામાં આવતી ચોમાસામાં સર્વે તાલુકામાં સ્ઝનનો સારો વરસાદ નોંધાયો છે. જેમાં અમીરગઢમાં 123.74 ટકા, કાંકરેજમાં 132.88 ટકા, ડીસામાં 135.64 ટકા, થરાદમાં 128.06 ટકા, દાંતામાં 141.04 ટકા, દાંતીવાડામાં 132.59 ટકા, દિયોદરમાં 138.61 ટકા, ધાનેરામાં 117.67 ટકા, પાલનપુરમાં 140.30 ટકા, ભાભરમાં 120.17 ટકા, લાખણીમાં 120.69 ટકા, વડગામમાં 137.49 ટકા, વાવમાં 130.22 ટકા અને સુઇગામમાં 135.50 સહિતત જિલ્લામાં એવરેજ 131.73 ટકા વરસાદ નોંધાયો છે


Download Our B K News Today App



Related News