યુનિવર્સિટી બચાવો સમિતિએ છાત્રોના પ્રશ્નો હલ કરવા કુલપતિને આવેદન આપ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-15 12:46:03
  • Views : 436
  • Modified Date : 2019-05-15 12:46:03

નિયમોનું કોલેજો ખોટું અર્થઘટન કરી છાત્રોને હેરાન કરવામાં આવતી હોવાની રાવયુનિવર્સિટીમાં મંગળવારે યુનિવર્સિટી બચાવો સમિતિ પાટણ દ્વારા કોલેજો દ્વારા યુનિવર્સિટીના નિયમોનું ખોટું અર્થઘટન કરી છાત્રોને હેરાન કરવા, પ્રવેશ ફોર્મ ફી ઘટાડો સહિત વિવિધ વિદ્યાર્થીઓને લગતા પ્રશ્નો મામલે કુલપતિને આવેદનપત્ર આપી સત્વરે વિદ્યાર્થીઓના હિતમાં કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી.યુનિવર્સિટી બચાવો સમિતિએ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો.અનિલ નાયકને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે, યુનિવર્સિટી દ્વારા સેમ ૧ અને ૨ નાપાસ છાત્રોને સેમ - ૫ માં પ્રવેશ નહીં મળે તે નિયમ નવિન સત્રથી લાગુ કરવાનો હોવા છતાં અમુક કોલેજો આ વર્ષથી જ સેમ -૧ અને ૨ માં નાપાસ છાત્રોને સેમ-૫ માં પ્રવેશ આપતા ન હોવાનું જોવા મળ્યું હતું. આ કોલેજોને નિયમનું ખોટું અર્થઘટન કરતા હોવાની રાવ સહિત યુનિવર્સિટી વિભાગોમાં શરૂ થયેલી પ્રવેશ પ્રકિયામાં ફોર્મના ૩૦૦ રૂપિયા હોય આ ફી ઘટાડો કરવા જેવા વિવિધ વિદ્યાર્થીઓના નાના-મોટા પ્રશ્નો મામલે રજૂઆત કરી સત્વરે કુલપતિ દ્વારા કોલેજોને સૂચના આપવા માટેની માંગ કરી હતી. ત્યારે કુલપતિ દ્વારા તેમના દરેક પ્રશ્નો મામલે તપાસ કરી છાત્રોના હિતમાં સત્વરે નિર્ણય લેવા બાંહેધરી આપી હતી.


 

Download Our B K News Today App



Related News