યુનિવર્સિટીની કારોબારી સમિતિની બેઠક મળી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-01 12:40:42
  • Views : 409
  • Modified Date : 2019-05-01 12:40:42

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે મંગળવારના રોજ મળેલી કારોબારી સમિતિની બેઠકમાં યુનિવર્સિટીની શરતોનું પાલન ના કરનારી, ચાલુ જોડાણ માટે અરજી ન કરનારી, નિયમ મુજબ જમીન ન ધરાવતી, ફિક્સ ડિપોઝીટ રીન્યુ ન કરનારી   ૫૪ જેટલી ખાનગી કોલેજો સામે યુનિ આકરા પાણી એ જોવા મળી હતી અને આવી કોલેજો ને વિદ્યાર્થીઓની સંખ્યા ન ફાળવવા નોટિસો આપવા જેવી કાર્યવાહી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.યુનિના નવનિયુક્ત ઇન્ચાર્જ કુલપતિ ડો.અનિલભાઈ નાયકની અધ્યક્ષતામાં પ્રથમ કારોબારી સમિતિની બેઠક મળી હતી. જેમાં  ચાલુ વર્ષે  યુનિમાં કોલેજોના  જોડાણ ચાલુ રાખવાની અરજી ન કરનારી ૧૩ કોલેજોને ચાલુ વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યાના  ફાળવવા, યુનિની શરતોનું પાલન ન કરનારી ૧૨ કોલેજોને  નોટિસ ફટકારી ચેતવણી આપવા, કારોબારીની મિનિટ્‌સ યુનિની વેબસાઈટ પર મુકવા, નવી કોલેજોને યુનિ સાથે જોડાણ કરવા માટે રૂ. ૮ લાખ ની ફિક્સ  ડિપોઝીટ મુકવાની હોય છે અને તે રકમ ને પાકતી મુદતે રીન્યુ કરવાની હોય છે તેવી ૧૯ કોલેજો ફિક્સ ડિપોઝીટ રીન્યુ કરી ન હોય આ કોલેજોને નોટિસ ફટકારી તેમનું જોડાણ કેમ સ્થગિત  ના કરવું તે બાબતે ખુલાસો પૂછવાનો નિર્ણય કર્યો હતો.યુનિ ની સનેટ સભાની કાર્યવાહને બહાલીઆપવામાં આવી હતી.  બાંધકામ, હિસાબી અને એકેડેમિક કાઉન્સિલ ની બેઠક ની કાર્યવાહીને બહાલી અપવામાં આવી હતી.  ગતરોજ મળેલી બેઠકમાં યુનિવર્સિટીના રજીસ્ટાર ડો ડી એમ પટેલ, આસિસ્ટન્ટ રજીસ્ટાર ડો જે.જે પ્રજાપતિ, મુખ્ય અધિકારી એ.આર મકવાણા, કારોબારી સભ્ય શૈલેષભાઈ પટેલ, હિતેશભાઈ ચૌધરી પિનાકીનભાઈ ત્રિવેદી, ડોક્ટર જે.જે વોરા વિગેરે સભ્યો હાજર રહ્યા હતા.




Download Our B K News Today App



Related News