યુનિવર્સિટીના ગોલ્ડ મેડલ વિતરણ સમારોહના આયોજનને લઈ બેઠક મળી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-13 12:26:45
  • Views : 426
  • Modified Date : 2019-06-13 12:26:45

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે આગામી ૧૪મી જૂનના રોજ ગોલ્ડ મેડલ વિતરણ સમારોહ યોજાનાર છે. જેમાં રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યપાલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેવાના હોય તેના આગોતરા આયોજનને લઈ મંગળવારના રોજ કુલપતિની અધ્યક્ષતામાં યુનિવર્સિટીના અધિકારીઓ કર્મચારીઓની બેઠક મળી હતી.આગામી ૧૪મી જૂનના રોજ વર્ષ ૨૦૧૮ ના ૬૮ જેટલા વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલનું વિતરણ કરવા માટે યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે ગોલ્ડ મેડલ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, રાજ્યપાલ  ઓ.પી.કોહલી, બનાસ મેડીકલ કોલેજના ચેરમેન અને બનાસબેંકના ડીરેક્ટર શંકરભાઈ ચૌધરી કે.સી.પટેલ વિદ્યાસંકુલના સંચાલક કે.સી. પટેલ સહિતના મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. ત્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અને તેના આગોતરા આયોજનને લઇ ગતરોજ યુનિવર્સિટીના સભાખંડમાં કુલપતિ ડો.અનિલભાઈ નાયકની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ તેમને અભિપ્રાયો પણ રજૂ કરવા જણાવવામાં આવ્યું હતું. યુનિવર્સિટી દ્વારા ગોલ્ડમેડલ વિતરણ સમારોહ માટે રૂપિયા ૩ લાખ સુધીના ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે.કુલપતિ ડો. અનિલભાઈ નાયકે જણાવ્યું હતું કે યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે બપોરે ૧૨.૩૦ કલાકે   ગોલ્ડ મેડલ વિતરણ સમારોહ યોજાશે.


Download Our B K News Today App



Related News