દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં કેમ્પસ ઈન્ટરવ્યુ યોજાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-09 05:52:05
  • Views : 583
  • Modified Date : 2019-04-09 05:52:05

સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના નિયામક, વિદ્યાર્થી કલ્યાણ દ્વારા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના અભ્યાસ બાદ ઉજ્જવળ કારકિર્દી મળી રહે તે માટે વિદ્યાર્થીઓના અભ્યાસક્રમના છેલ્લાં સેમેસ્ટરમાં કેમ્પસ ઈન્ટરવ્યુનું આયોજન કરવામાં આવતું હોય છે. જે અંતર્ગત વીલ્સાયર પેસ્ટીસાઈડસ અને ફર્ટીલાયઝર પ્રા.લી, ઈન્દોર દ્વારા સરદાર કૃષિનગર ખાતે કેમ્પસ ઈન્ટરવ્યુનું આયોજન કરવામાં આવેલ હતું. આ
ઈન્ટરવ્યુમાં ચી.પ.કૃષિ મહાવિદ્યાલય (સરદાર કૃષિનગર બાગાયત મહાવિદ્યાલય, (જગુદણ) બી.એસ.સી (એગ્રી), બી.એસ.સી (હોર્ટી) અને એમ.એસ.સી (એગ્રી), એમ.એસ.સી. (હોર્ટી) તથા પોલીટેકનીક જગુદણ, ડીસા, અમીરગઢ, ખેડબ્રહ્મા કોલેજના બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહેલ હતા. આ ઈન્ટરવ્યુમાં દેખિત પરીક્ષા, ગ્રુપ ડિસ્કશન અને પર્સનલ ઈન્ટરવ્યુ બાદ યુનિવર્સિટીના કુલ-૭ર વિદ્યાર્થી/ વિદ્યાર્થીનીઓ પસંદગી પામેલ હતા. આ સર્વે વિદ્યાર્થીઓ ઈન્દોર ખાતે હાજર થઈ તાલીમ લઈ તેમની કારકિર્દીની શરૂઆત  કરશે.
અત્રેની યુનિવર્સિટીના નિયામક, વિદ્યાર્થી કલ્યાણ ર્ડા.વી.આર. પટેલના માર્ગદર્શન હેઠળ ર્ડા.સંજય પંડ્યા અને યુનિવર્સિટીના વિવિધ કોલેજ/પોલીટેકનીકના પ્લેસમેન્ટ સેલ દ્વારા કેમ્પસ ઈન્ટરવ્યુની સુંદર કામગીરી કરવામાં આવેલ હતી. પસંદગી
પામેલ સર્વે વિદ્યાર્થીઓને યુનિવર્સિટીના કુલપતિ ર્ડા.અશોક એ. પટેલ અને કુલસચિવ ર્ડા.મનુભાઈ આર. પ્રજાપતિ દ્વારા અભિનંદન આપી તેમની ઉજ્જવળ કારકિર્દી માટે શુભકામનાઓ પાઠવેલ હતી.


Download Our B K News Today App



Related News