કોરોના મહામારીમાં શિક્ષક દ્વારા અપાય છે અનોખું શિક્ષણ : શિક્ષક દિવસ પર જુઓ બીકેન્યૂઝ ટુડેનો વિશેષ અહેવાલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-06 12:16:29
  • Views : 260
  • Modified Date : 2021-09-06 12:16:29

     છેલ્લા સવા વર્ષથી કોરોના મહામારી તેનો કહેર વરસાવી રહી છે અને હજુ પણ કોરોના વાયરસ અટકવાનું નામ લેતો નથી જેના કારણે ધંધા-રોજગાર, ધાર્મિક સ્થળો, હરવા ફરવાના જાહેર સ્થળો ની સાથે સાથે શૈક્ષણિક સંસ્થાઓ પણ અત્યારે બંધ હાલતમાં છે. શૈક્ષણિક સંસ્થાઓ બંધ હોવાના કારણે નાના બાળકો પ્રાથમિક શિક્ષણ મેળવી શકતા નથી અને શેરી શિક્ષણ આપવા માટે જતા શિક્ષકો ને કલાસ જેવી સુવિધા શેરીઓમાં મળતી નથી જેથી બાળકોને શાળામાં બ્લેકબોર્ડ જેવી સુવિધા શેરીમાં મળી રહે અને વાંચન લેખન ભૂલી જાય તે માટે કાંકરેજ તાલુકાના હરિનગર પ્રાથમિક શાળાના એક શિક્ષકે અનોખુ શેરી શિક્ષણ આપવાની શરૂઆત કરી છે જેનું નામ છે નિલમભાઈ પટેલ . નિલમભાઈ પટેલે બાળકોને ભણાવવા માટે પોતાના કપડાં પર મૂળાક્ષરો, હિન્દી, ગુજરાતી શબ્દો , સરવાળા - બાદબાકી ની પ્રક્રિયા પેઇન્ટિંગ કરીને જાય છે જેથી બાળકો તેમના કપડાં પરનું લખાણ જોઈને શિક્ષણકાર્ય કરે છે, અત્યારે શાળાઓ બંધ હોવાથી સરકાર દ્વારા વર્ચ્યુઅલ કલાસ, હોમ લર્નિંગ અને ઇન્ટરનેટ દ્વારા શિક્ષણ આપવાનો પ્રયાસ કરી રહી છે તેવામાં નીલમ ભાઈ પટેલ દ્વારા આપવામાં આવતા અનોખા શેરી શિક્ષણ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

હરીનગર પ્રાથમિક શાળાના શિક્ષક ના અનોખા પ્રયાસ થી બાળકો ને પણ ફાયદો થઈ રહ્યો છે જેથી ગ્રામજનો માં પણ શિક્ષકના પ્રયાસ ને બિરદાવી રહ્યા છે

 

 

Download Our B K News Today App



Related News