ડીસામાં હિન્દુ યુવા સંગઠનની અનોખી સેવા : ચાર વર્ષથી એપેન્ડિસના દર્દથી પીડાતી યુવતીને સારવાર અપાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-19 12:50:44
  • Views : 232
  • Modified Date : 2021-12-19 12:50:44

 

નામ ભેમાંભાઈ વેરશીભાઈ દેવીપૂજક. ભેમાભાઈ એક સામાન્ય પરિવારમાંથી આવે છે અને તેમના પરિવારમાં તેમની પત્ની અને તેમની બે દીકરીઓ સાથે નાના ઝૂપડામાં રહી વસવાટ કરે છે આમ તો ભેમાંભાઈ દેવીપુજક માત્ર ડબાઓ માંથી ચૂલા બનાવી અને તેમાંથી જે આવક થાય છે તેનાથી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની બે દીકરીઓ માંથી તેજલબેન  ભેમાંભાઈ દેવીપુજક જે ડીસાની બ્રાન્ચ શાળામાં અભ્યાસ કરે છે અને છેલ્લા ચાર વર્ષથી એપેન્ડિક્સની બીમારીથી પીડાઈ રહી છે પોતાના પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાના કારણે દેવીપુજક પરિવાર પાસે એપેન્ડિક્સનું ઓપરેશન કરાવવા માટેના પણ પૈસા ન હતા. જેના કારણે આ યુવતી છેલ્લા ચાર વર્ષથી હેરાન પરેશાન થઇ રહી હતી જે બાદ અંગેની જાણ દીપકભાઈ ઠાકોરને થતા તેઓએ તાત્કાલિક ધોરણે ડીસા ખાતે કાર્યરત હિન્દુ યુવા સંગઠનના પ્રમુખ નીતીનભાઇ સોનીને કરી હતી જેથી તેઓએ તાત્કાલિક આ પરિવાર ની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં રૂબરૂ મુલાકાત કરતા ભેમાંભાઈ દેવીપૂજક ની પરિસ્થિતિ સારી ન હતી જેથી તાત્કાલિક તેમની દીકરી તેજલને એપેન્ડિક્સ ની સારવાર માટે ડીસાની ભણસાલી હોસ્પિટલ ખાતે હિન્દુ યુવા સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા લઈ જવામાં આવી હતી જ્યાં તેને એપેન્ડીક્સની સારવાર વિનામૂલ્યે આપવામાં આવી હતી. જે બાદ સારવાર લીધા બાદ તેમના પરિવાર સાથે પોતાના ઘેર પહોચતા હિન્દુ યુવા સંગઠન દ્વારા તેમને પરિવારને તમામ પ્રકારનું કરિયાણું પણ આપવામાં આવ્યું હતું આમ આજે હિન્દુ યુવા સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા એપેન્ડીકસની બીમારીથી ચાર વર્ષથી પીડાતી યુવતીને વિનામૂલ્યે સારવાર અપાવી અનોખી સેવા કરી હતી.

Download Our B K News Today App



Related News