ડીસામાં કાર્યરત ગોલ્ડ કિટ્ટી ગ્રૂપની અનોખી સેવા : શ્રાધ્ધ પક્ષ દરમ્યાન ૧૬ દિવસ સુધી ગરીબોમાં ભોજનની વ્યવસ્થા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-07 12:23:53
  • Views : 282
  • Modified Date : 2021-10-07 12:23:53

     ડીસામાં કાર્યરત ગોલ્ડ કિટ્ટી ગ્રૂપની અનોખી સેવા કરવામાં આવી રહી છે.જેમાં શ્રાધ્ધ પક્ષ દરમ્યાન ૧૬ દિવસ સુધી ગરીબોમાં ભોજનની વ્યવસ્થા કરાય છે. હિન્દૂ ધર્મમાં શ્રધ્ધાનું એક અનોખું મહત્વ રહેલું છે.ત્યારે ડીસામાં કાર્યરત ગોલ્ડ કિટ્ટી ગ્રૂપ દ્વારા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે.. જેમાં દર વર્ષે શ્રાધ્ધ પક્ષ દરમ્યાન ૧૬ દિવસ સુધી ગરીબોને મિષ્ટાનવાળું ભોજન પીરસવામાં આવે છે. જેમાં લગભગ ૫૦૦ કરતાં પણ વધુ શ્રમજીવી પરિવારોના સભ્યો ભોજન પ્રસાદનો લાભ લેતા હોય છે.. શ્રાધ્ધ દરમ્યાન સતત ૧૬ દિવસ સુધી ડીસાના તમામ શ્રમજીવી વિસ્તારોમાં રહેતા ગરીબોને ખીર, પૂરી, શાક, રોટલી, દાળ ભાત અને શાક સહિત ફરસાણ પીરસવામાં આવે છે અને અહી આવતા ગરીબ પરિવારો તેનો લાભ લે છે.. વર્ષે પણ સતત ૧૬ દિવસ સુધી ગરીબોને ભોજન પીરસવામાં આવ્યું હતું.. આજે સાઈબાબા મંદિર ખાતે ગરીબોને ભોજન મળતા તેમના ચહેરા પર ખુશી જોવા મળી હતી.

 

Download Our B K News Today App



Related News